fbpx
રાષ્ટ્રીય

લેપટોપમાં બેટરીની સમસ્યાથી કંટાળી ગયા છો? તો આ ટ્રિક્સ તમારા માટે છે બહુ કામની

વર્ક ફ્રોમ હોમમાં અનેક લોકો લેપટોપ અને મોબાઇલથી વર્ક કરી રહ્યા છે. જો કે ત્રીજી લહેર પછી અનેક લોકોની ઓફિસ રેગ્યુલર સ્ટાર્ટ થઇ ગઇ છે. લેપટોપમાં સતત વર્ક કરવાને કારણે બેટરી ધીરે-ધીરે ઓછી ચાલે છે અને લેપટોપ તરત બંધ થઇ જાય છે. આમ, જો તમારા લેપટોપમાં પણ આ પ્રોબ્લેમ્સ થાય છે તો તમારી માટે આ ટ્રિક્સ બહુ કામની છે.

તમને જણાવી દઇએ કે ફોનની જેમ જ લેપટોપમાં પણ બેટરી સેવર મોડ ઓપ્શન હોય છે. આ ઓપ્શનમાં વિન્ડો 11 પર સ્મુથલી કામ કરે છે. આમ, તમારે આ સેટિંગ્સને ઓન કરવાનું છે. આ સેટિંગ કરવાથી તમારી બેટરી જલદી પૂરી નહિં થાય અને તમને આ સમસ્યામાંથી છૂટકારો પણ મળી જશે.

  • આ સેટિંગ કર્યા પછી તમારે લેપટોપ ચાલુ રાખવાનું છે અને પછી સેટિંગ ટાઇપ કરવાનું છે.
  • હવે આ સેટિંગમાં તમને સિસ્ટમ મેનુ ઓપ્શન દેખાશે એમાં પાવર એન્ડ બેટરીના ઓપ્શનને સિલેક્ટ કરવાનો છે.
  • આમ આ બધી પ્રોસેસ કર્યા પછી બેટરી સેવર ઓપ્શનને સિલેક્ટ કરવાનો છે.
  • પછી ટર્ન ઓન નાઉ પર ક્લિક કરો. અને પછી બેટરીની ટકાવારીની લિમીટ સેટ કરો. આમ, કરવાથી તમારી બેટરી સેવર કામ કરવા લાગશે. જો તમે આ બધી પ્રોસેસ એક પછી એક કરશો તો તમારું લેપટોપ પહેલાંની જેમ ચાલુ થઇ જશે અને બેટરીનો પણ કોઇ પ્રોબ્લેમ્સ રહેશે નહિં.
  • જો તમે એક પછી એક આ ટ્રિક્સ ફોલો કરશો તો તમારા લેપટોપની બેટરી મસ્ત ચાલવા લાગશે અને તમારો કંટાળો પણ દૂર થઇ જશે. લેપટોપની આ સમસ્યા હંમેશ માટે તમે દૂર કરી શકશો.
Follow Me:

Related Posts