fbpx
અમરેલી

રાજુલાના રસ્તા ઓ પર પશુઓના અડીંગા થી લોકો ત્રાહિમામ થયા

દિન-પ્રતિદિન શહેરી વિસ્તારોમાં રખડતા પશુઓ નો ત્રાસ વધી રહ્યો છે… નગરપાલિકાઓ દ્વારા પશુઓને પકડવા ની કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે… રાજુલા શહેરી વિસ્તારોમાં રખડતા પશુઓ રોડ ઉપર ઊભા રહી અને લોકોને મુશ્કેલી પડી રહી છે આખલાઓ નો અડિંગો જોવા મળી રહ્યો છે અનેક વખત આખલાઓ ના યુદ્ધ જોવા મળી રહ્યા છે લોકોમાં ભાગદોડ મચી જાય છે જ્યારે રાજુલાના મુખ્ય માર્ગો પર રખડતા પશુઓ અને આખલા થી લોકો ત્રસ્ત થયા છે શહેરી વિસ્તારની માંગ ઉઠી છે નગરપાલિકા દ્વારા રખડતા પશુઓ ને પકડવાની કાર્યવાહી હાથ ધરે જેથી કરી સ્થાનિક અને વાહનચાલકોને પડતી મુશ્કેલી માંથી દૂર થાય ખાસ પશુઓ મુખ્ય માર્ગો ઉપર આવતા વાહનચાલકો ને ટ્રાફિકની સમસ્યાઓ પણ ઉદભવે છે અને ગામ ના સ્થાનિકો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે છતાં રખડતા પશુઓ નું નિરાકરણ આવતું નથી લોકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે અનેક વખત રખડતા પશુ વચ્ચે યુદ્ધ થવાના કારણે અકસ્માતો પણ સર્જાય રહ્યા છે અને રસ્તા પર ચાલતા રાહદારીઓ ને ચાલુ મુશ્કેલ બન્યું છે શાળાએ જતા વિદ્યાર્થીઓને ચાલુ મુશ્કેલ બન્યું છે ત્યારે સ્થાનિકોએ માંગ છે કે પાલિકા દ્વારા રખડતાં પશુઓને પકડવામાં આવે

Follow Me:

Related Posts