ગુજરાત

વિધાનસભાની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોર બે દિવસ દિલ્હીના પ્રવાસે, કેન્દ્રિય નેતૃત્વને મળશે

કોંગ્રેસમા ત્રણ મહિના પહેલા જ વિધાનસભાની ચૂંટણી પહેલા નિયુક્ત કરવામાં આવેલા પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોર બે દિવસના દિલ્હીના પ્રવાસે છે. આજે અને કાલે તેઓ દિલ્હીમાં રોકાશે અને કેન્દ્ર નેતૃત્વના પદાધીકારીઓની મુલાકાત કરશે,

આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા તેમની આ મુલાકાત ખાસ સાબિત થશે. માળખાની રચાનાને લઈને પ્રમુખ કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કરશે. આ મહિનાના અંત સુધીમાં પ્રદેશના માળખાની જાહેરાત થઈ શકે છે. માર્ચના અંતમાં પ્રથમ તબક્કાની અને બીજા તબક્કાની જાહેરાત કોંગ્રેસ દેશભરમાં 75 વર્ષની ઉજવણી કરશે. જેમાં જગદિશ ઠાકોર પણ ઉપસ્થિત રહેશે.

પ્રદેશ કોગ્રેસ પ્રમુખ માટે પ્રદેશના માળખાની રચનાનો ભારતો છે જ પરંતુ સાથે સાથે આગામી વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે ત્યારે આ કાર્યભારને લઈને તેમના ખભા પર મોટી જવાબદારી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર તેને લઈને આગામી રણનીતી પણ બનાવી શકે છે. કેમ કે, જે રીતે ભાજપની સાથે આપ પાર્ટી પણ ગુજરાતમાં ઝંપલાવશે ત્યારે આ બાબતે કોગ્રેસે પણ કમાલ કરવાે પડશે. કેમ કે, જે રીતે 4 રાજ્યની અંદર કોંગ્રેસનો કારમે પરાજય થયો છો તે જોતા ગુજરાતમાં પણ કપરા ચઢાણ છે. 

More news to explore

Related Posts