પાટીદાર કેસો પરત ખેંચવાનો મામલે રમેશ ધડુકનું નિવેદન : અમે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી આ રજૂઆત નું રીઝલ્ટ આજે આવ્યું

પાટીદાર અનામત આંદોલન મામલે થયેલા કેસો પરત ખેંચવામાં આવ્યા છે. સરકારે બાકી રહેલા કેસો પૈકી 10 કેસો પરત ખેંચવામાં આવ્યા છે. જેમાં હાર્દીક પટેલ સામેના 2 કેસ પણ પરત ખેેચવામાં આવે તેવી શક્યતા છે. અમદાવાદમાં એ સમયે થયેલી તોડફાેડ ઘર્ષણને લઈને કૃષ્ણનગર, નરોડા, રામાેલ, બાપુનગર, સાબરમતી, શહેર કાેટડા તેમજ ક્રાઈમ બ્રાન્ચના એક એક કેસ પરત ખેંચવામાં આવ્યા છે. તોફાન જેવી સ્થિતિ પેદા થઈ હતી ત્યારે 10 કેસાે પરત ખેંચવામાં આવ્યા છે. ત્યારે આ મામલે સાંસદ રમેશ ધડું એ કહ્યું કે, પહેલા અમે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી આ રજૂઆત નું રીઝલ્ટ આજે આવ્યું છે. અમે છ સાંસદ તેમજ અને અગ્રણીઓ સાથે મળી મુખ્યમંત્રીને કેસો પરત ખેંચવા માટે રૂબરૂ મળ્યા હતા. તમુખ્યમંત્રીએ અમને વચન આપ્યું હતું કે કેસો જરૂર થી પાછા ખેંચીશું. હવે પછીના જે પણ બીજાને કહેશો બાકી છે એ પણ પાછા ખેંચાશે. એ પ્રકારના અમારા પ્રયત્નો છે બીજા કેસો જે પેન્ડીંગ છે એ મામલે તેમણે કહ્યું કે આ એક શરૂઆત છે બાકીના પણ પાછા ખેંચાશે જ અમને વિશ્વાસ છે કે પાટીદાર અને અન્ય સમાજના જે કેસ છે તે પાછા ખેંચવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું. ચૂંટણી પહેલા એ કેસો પરત ખેંચવામાં આવી રહ્યા છે એ મામલે જણાવ્યું હતું કે ચૂંટણી તો આવે અને જાય એવું નથી પરંતુ આ સમય પ્રમાણે કામ થઇ રહ્યું છે કેસો પરત ખેંચવાની વાત ઘણા સમયથી ચાલતી હતી રજૂઆતને ધ્યાનમાં લઇ આ કેસો પરત ખેંચવામાં આવ્યા છે તેમ રમેશ ધડુએ કેસો પરત ખેંચવામાં મામલે જણાવ્યું હતું.
Recent Comments