રાષ્ટ્રીય

રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે ભારતમાં પેટ્રોલ – ડીઝલ બાદ રાંધણ ગેસ પણ મોંઘો થયો

રશિયા અને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલની કિંમતોમાં થયેલા વધારાની અસર હવે સ્થાનિક સ્તરે જાેવા મળી રહી છે. પેટ્રોલ અને ડીઝલ પછી સરકારી માલિકીની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ મંગળવારે ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. દિલ્હી, મુંબઈ અને અન્ય શહેરોમાં મંગળવારથી ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં ૫૦ રૂપિયાથી વધુનો વધારો કરવામાં આવ્યો છે. ૬ ઓક્ટોબર, ૨૦૨૧ પછી આ પ્રથમ વધારો છે.

તમને જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતમાં તેલ કંપનીઓએ ૧૯ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ૧૦૫ રૂપિયાનો વધારો કર્યો હતો. તેલ કંપનીઓએ ૧૩૭ દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ૮૦ પૈસાનો વધારો થયો છે. ૪ નવેમ્બર પછી તેલની કિંમતોમાં આ પ્રથમ વધારો છે. દેશની સૌથી મોટી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલએ ૫ મહિના બાદ ૧૪.૨ કિલો સબસિડીવગરના ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. ભાવ વધારા બાદ નવી દિલ્હીમાં ૧૪.૨ કિલોના ગેસ સિલિન્ડરનો નવો દર ૯૪૯.૫ રૂપિયા થઈ ગયો છે.

કોલકાતામાં એલપીજી સિલિન્ડરની કિંમત રૂ.૯૭૬ અને મુંબઇમાં રૂ.૯૪૯.૫૦ છે. ચેન્નાઈમાં સબસિડી વગરના સિલિન્ડરની કિંમત હવે રૂ. ૯૬૫.૫૦ છે. લખનૌમાં ઘરેલુ એલપીજીની કિંમત વધીને ૯૮૭.૫૦ રૂપિયા થઈ ગઈ છે. દર મહિનાની પહેલી તારીખે ન્ઁય્ ઝ્રઅઙ્મૈહઙ્ઘીિ ના નવા ભાવ જાહેર થાય છે પણ ક્યારેક મહિનાના વચ્ચેના દિવસોમાં પણ ભાવ વધારાય છે. ક્રૂડના ભાવ જે પ્રકારે આસમાને પહોંચય હતા તે જાેતા દેશમાં પેટ્રોલ – ડીઝલની કિંમતમાં વધારા સાથે ન્ઁય્ ના ભાવ વધવાનું પણ લગભગ નિશ્ચિત જણાઈ રહ્યું હતું. સૂત્રો અનુસાર યુપી સહીત ૫રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓના કારણે સરકારે ક્રૂડના ભાવ વધારા છતાં પેટ્રોલ – ડીઝલ અને એલપીજીમાં ભાવ વધાર્યા ન હતા જાેકે હવે ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ ભાવ વધારાની શરૂઆત થઇ હોવાનું માનવામાં આવે છે. એલપીજી સિલિન્ડરની કિંમત તપાસવા માટે તમારે રાજ્યની તેલ કંપની ૈર્ંંઝ્રની વેબસાઇટ પર જવું પડશે. અહીં કંપનીઓ દર મહિને નવા દર જારી કરે છે. (રંંॅજઃ//ર્ૈષ્ઠઙ્મ.ર્ષ્ઠદ્બ/ઁિર્ઙ્ઘેષ્ઠંજ/ૈંહઙ્ઘટ્ઠહીય્ટ્ઠજ.ટ્ઠજॅટ) આ લિંક પર તમે તમારા શહેરમાં ગેસ સિલિન્ડરની કિંમત જાણી શકો છો.

Follow Me:

Related Posts