મચ્છરોના ત્રાસથી છૂટકારો મેળવવા ઘરમાં લગાવો આ Plant, નહિં તો બીમારીને મળશે આમંત્રણ

ગરમીની શરૂઆત થતાની સાથે જ મચ્છરોનો આતંક પણ ખૂબ વધી ગયો છે. બદલાતા વાતાવરણમાં મચ્છરો ત્રાસથી લોકો કંટાળી જતા હોય છે. આ મચ્છરોને કારણે અનેક રોગો થવાના શરૂ થઇ જાય છે. આ માટે આ સિઝનમાં અનેક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આમ, જો ઘરમાં નાના બાળકો હોય તો ઘરમાં મચ્છરોનો સ્પ્રે નાંખવો પણ મુસીબતનું કામ છે. પણ જો તમે આ છોડ તમારા ઘરમાં વાવો છો તો તમે સરળતાથી મચ્છરોમાંથી છૂટકારો મેળવી શકો છો.
લેવેન્ડરનો છોડ
જો તમે લેવેન્ડરનો છોડ ઘરમાં રોપો છો તો તમે મચ્છરોના ત્રાસથી બચી શકો છો. આ છોડની સુગંધ મચ્છરો દૂર રહે છે.
સૂર્યમુખીનો છોડ
સૂર્યમુખીના ફુલ જોતાની સાથે જ અનેક લોકોને ગમી જાય છે. આ ફુલ દેખાવામાં ખૂબ જ સુંદર હોય છે. આ ફુલ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ગુણકારી છે. આ ફુલની સુગંધથી મચ્છરો દૂર રહે છે અને સાથે તમારું ઘર સુગંધિત પણ રહે છે. આ માટે તમે સૂર્યમુખીનો છોડ તમારા ઘરના આંગણામાં અથવા મુખ્ય પ્રવેશ દ્રારની પાસે રાખો.
સિટ્રોનેલા
સિટ્રોનેલા છોડની સુગંધ મચ્છરોને દૂર ભગાડવામાં મદદરૂપ બને છે. આ છોડને તમે એ જગ્યા પર લગાવો જ્યાં સીધો તડકો આવતો હોય. આ છોડને સૂર્યપ્રકાશની જરૂરિયાત વધારે હોય છે.
કટનીપ
કટનીપની દેખરેખ કરવી ખૂબ સરળ છે. આ છોડ તમે સરળતાથી ઘરે રોપી શકો છો કારણકે આ છોડની દેખભાળ બહુ કરવી પડતી નથી. સંશોધન અનુસાર આ છોડ મચ્છરો અને કીટનાશકોને દૂર રાખવા માટે DTIની તુલનામાં ખૂબ પ્રભાવિત માનવામાં આવે છે.
રોજમેરી
રોજમેરી એક એવી જડી બુટ્ટી છે જેની સુગંધથી મચ્છરો અને કીટનાશકો દૂર ભાગે છે. આ સાથે જ રોજમેરી છોડ ઘરની શોભા વધારે છે.
Recent Comments