સૌરાષ્ટ - કચ્છ

વેરાવળ તાલુકાના સીમાર ગામે ગત રાત્રે એકીસાથે 6 સિંહોનું ટોળું ગામમાં આવી ચડતા ગ્રામજનોમાં ભય પ્રસર્યો

વેરાવળ તાલુકાના સીમાર ગામે ગત રાત્રે એકીસાથે 6 સિંહોનું ટોળું ગામમાં આવી ચડતા ગ્રામજનોમાં ભય પ્રસર્યો ગત મધ્યરાત્રીએ સીમાર ગામે 6 સિંહોનું ટોળું રાત્રે 2:39 વાગ્યે CCTV કેમેરામાં કેદ થયુ ગામમાં થોડા દિવસ પહેલા આવી ચડેલા સિંહોએ બે પશુઓનું મારણ કરેલ રાત્રીના વાડીમાં પાણી વાળવા જતા ખેડુતો ભયના ઓથાર હેઠળ નાના બાળકોની સુરક્ષાને લઈને ગામલોકોમાં ચિંતા હાલ આકરા ઉનાળામાં ગીર જંગલના રાજા સિંહો પણ અકળાયા ઉઠ્યા હોય તેમ માનવ વસાહત વિસ્તારોમાં આંટાફેરા કરતા જોવા મળી રહ્યા છે. આવી જ રીતે ગતરાત્રીના વેરાવળ તાલુકાના સીમાર ગામએ એકી સાથે 6 સિંહોનું ટોળું ગામમાં આવી ચડી લટાર મારી રહ્યુ હતુ. આ દ્રશ્યો ગામમાં લાગેલ સીસીટીવીમાં કેદ થઈ ગયા છે જે સામે આવ્યા છે. ગામમાં રાત્રીના સમયે સિંહો આવી ચડયાને લઈ ખેતરોમાં પાણી વાળવા જતા ખેડુતોમાં ભયની લાગણી જન્મ છે. હાલ ઉનાળો શરૂ થયો હોવાથી સિંહો પાણીની તરસ છીપાવવા અને ખોરાકની શોધમાં અવાર નવાર માનવ વસાહત સુધી આવી ચડતા જોવા મળી રહ્યા છે. આવી જ રીતે ગતરાત્રીના એકી સાથે 6 જેટલા સિંહો ગામમાં આવી ચડ્યા હતા જેના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં જોવા મળતા મુજબ ગત મધ્યરાત્રીએ 2 વાગ્યાને 39 મિનીટે વેરાવળ તાલુકાના સીમાર ગામમાં એકી સાથે 6 સિંહોનું ટોળું આવી ચડયું હતુ. આંટાફેરા કરતા કરતા છએય સિંહો ગામની એક વાડીની પાળ કુદતા સિંહો સીસીટીવીમાં જોવા મળ્યા છે. સિંહો ગામમાં ખોરાક અને પાણીની શોધમાં આવ્યા હોવાનું સીસીટીવીમાં જોવા મળતી સિંહોની હીલચાલ પરથી જાણકારો અનુમાન વ્યક્ત કરી રહ્યા છે. ગામમાં એકીસાથે 6 સિંહો આવી ચડયાની વાત સમગ્ર ગામ અને પંથકમાં પ્રસરી જતા રાત્રીના સમયે વાડીમાં પાણી વાળવા જતા ખેડુતોમાં ભયની લાગણી પ્રસરી ગઈ છે. તો થોડા દિવસ પહેલા સિંહો દ્વારા ગામમાં બે અબોલ પશુઓનું મારણ કર્યુ હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. સિંહો વારંવાર ગામમાં આવી ચડતા હોવાથી નાના બાળકોની સુરક્ષાને લઈને ગ્રામજનોમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે. અત્રે નોંધનીય છે કે હાલ ઉનાળો શરૂ થયો હોવાથી વારંવાર સિંહો સહિતના વન્યપ્રાણીઓ પાણીની તરસ છીપાવવા અને ખોરાકની શોધમાં જાહેર વિસ્તારો અને માનવ વસાહતોમાં જોવા મળી રહ્યા છે. તાજેતરમાં જ જિલ્લાના ગીરગઢડા અને કોડીનાર તાલુકામાં ખેતરો અને માર્ગે પર સિંહો આંટાફેરા કરતા જોવા મળ્યા હતા.

Follow Me:

Related Posts