fbpx
અમરેલી

સાવરકુંડલા અને લીલીયા તાલુકામાં ખેતીવાડીની વિવિધ સહાય માટે 29781 ખેડૂતોએ અરજી કરી હતી.

સાવરકુંડલા અને લીલીયા તાલુકામાં ખેતીવાડીની વિવિધ સહાય માટે 29781 ખેડૂતોએ અરજી કરી હતી. પરંતુ 4711 ખેડૂતોની અરજી મંજુર કરાઈ હતી. અને 25 હજાર જેટલા ખેડૂતોનની લક્ષ્યાંકના અભાવે અરજીઓ ના મંજુર કરાઈ હતી. જેના કારણે ધારાસભ્ય પ્રતાપ દુધાતે સરકાર સામે વિવિધ આક્ષેપ કર્યા હતા.

સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતે જણાવ્યું હતું કે કુંડલા અને લીલીયા તાલુકામાં ખેતીવાડીની વિવિધ સાધન સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ પર 29781 ખેડૂતોએ અરજી કરી હતી. અહી 4711 ખેડૂતોની અરજી મંજુર કરવામાં આવી હતી. બાકીના 25 હજાર ખેડૂતોને લક્ષ્યાંકના કારણે અરજી ના મંજુર કરી ખેડૂતો સામે સરકાર મશ્કરી કરી રહ્યા છે. અહી એક અરજી પાછળ ખેડૂતોને રૂપિયા 500 થી 1000 સુધીનો ખર્ચ કરવો પડે છે. સરકારી કચેરીના ધક્કા ખાધા હતા.

ખેડૂતોને દ્રમ, તાડપત્રી, દવા છાંટવાનો પંપ, પાઈપલાઈન, રોટાવેટર વિગેરે યોજના માટે અરજીઓ મંગાવાય છે. પણ મોટા ભાગના ખેડૂતોને સહાય માટે કચેરીઓએ ધક્કા ખાવા પડે છે. તેમ છતાં તેમને સાધન સહાય મળતી નથી. માત્ર સરકાર ખેડૂતોને ઠૈગો આપી રહી છે. આ અંગે ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતે વિધાનસભામાં સરકારને પણ રજૂઆત કરી હતી. પણ કોઈ જ ઉકેલ આવતો નથી. સરકાર દ્વારા વિવિધ યોજનાઓ બહાર પાડી લોકો તેનો મહત્તમ ઉપયોગ કરી શકે તે માટે જાહેરાત કરાઇ છે પણ યોજનાનો લાભ લોકોને પુરતો મળતો નથી.

Follow Me:

Related Posts