ગુજરાત

સુરત સ્વરક્ષણ તાલિમ,એમ.ટી.બી. કોલેજ ખાતે યુનિવર્સલ ફાઉન્ડેશન અને ગ્લોબલ માર્શલ આર્ટ દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમ વિનામુલ્યે શરૂઆત

સુરત શહેર માં યુનિવર્સલ ફાઉન્ડેશન  અને ગ્લોબલ માર્શલ આર્ટ દ્વારા  ગુજરાતમાં સૌ પ્રથમ વિનામુલ્યે શરુઆત કરવામાં આવી શાસ્ત્રોક્ત જ્ઞાન માણસને આત્માથી મજબુત કરે છે, જ્યારે  સ્વરક્ષણનુ જ્ઞાન  શારીરીક અને માનસીક રીતે મજબુત કરે છે. આ કથનને સાકાર કરવા સુરત થી યુનિવર્સલ ફાઉન્ડેશન  અને ગ્લોબલ માર્શલ આર્ટ દ્વારા  ગુજરાતમાં સૌ પ્રથમ વિનામુલ્યે સુરતમાં  શરુઆત કરવામાં આવી, જ્યારે ચકચારી ગ્રિષ્મા હત્યાકાંડ થયો ત્યાર બાદ દિકરીઓના સતત એકજ પ્રકારના  હત્યાના ગુન્હાઓ વધવા લાગ્યા ત્યારે યુનિવર્સલ ફાઉન્ડેશન થી પ્રકાશકુમાર વેકરીયા દ્વારા મુખ્યમંત્રીશ્રી, ગૃહમંત્રીશ્રી તથા તમામ જીલ્લા કલેક્ટરશ્રીઓને પત્ર દ્વારા સેલ્ફ ડિફેન્સ અને સિવિલ ડિફેન્સની તાલીમો તમામ સ્કુલો અને કોલેજોમાં  ફરજીયાત કરવા બાબતે ભલામણ કરવામાં આવી હતી. આ બાદ  શાંતીથી  રાહ જોવાને બદલે યુનિવર્સલ ફાઉન્ડેશન અને ગ્લોબલ માર્શલ આર્ટ સુરત દ્વારા સતત  તમામ કોલેજો અને ઇન્ટીટ્યુટોમા સંકલન કરી સેલ્ફ ડિફેન્સની તાલીમો ચાલુ કરવામા આવી હતી.
આવીજ રીતે આજ સુરતની સૌથી જુની અને વિશાળ વિદ્યાર્થી વૃંદ ધરાવતી એમ.ટી.બી કોલેજ મા સેલ્ફ ની તાલીમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં વિશાળ સંખ્યામાં કોલેજની એન.સી.સી અને એન.એસ.એસ.ની વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ સહીત તમામ પ્રોફેસરો એ ભાગ લીધો હતો, અને પોતાના તથા પરિવારના રક્ષક બનવાના સહભાગી  થયા હતા.આજની આ તાલીમ પ્રસંગે એમ.ટી.બી. કોલેજના પ્રિન્સીપાલ ભાવનાબેન ચાંપાનેરીયા, ગ્લોબલ માર્શલ આર્ટના માસ્ટર ટ્રેનર સીક્સ ડિગ્રી બ્લેક બેલ્ટ સત્ય દવે સાહેબ, સેકન્ડ ડિગ્રી બ્લેક બેલ્ટમાં જાગૃત આચાર્ય સાહેબ તથા સૌરભ ગૌસ્વામી, એસ.કે.ગામીત સાહેબ, અંગ્રેજી વિભાગથી બીંદુ મેમ અને  યુનિવર્સલ ફાઉન્ડેશન ના અધ્યક્ષ પ્રકાશકુમાર વેકરીયા, એડવોકેટ મહંમદ નવેદ શેખ સાહેબ તથા સિવિલ ડિફેન્સ સુરતની ટીમ સાથે કોલેજના તમામ પ્રોફેસરો હાજર રહ્યા હતા.    ઉપરોક્ત સેલ્ફ ડિફેન્સ તાલિમ પુર્ણ થયા બાદ એમ.ટ.બી. કોલેજ ના પ્રિન્સીપાલ અને પ્રોફેસરો  દ્વારા તમામ ટ્રેનરો સંસ્થાના અધ્યક્ષ અને સુરત સિવિલ ડિફેન્સ ટીમનુ પુષ્પગુચ્છ થી સન્માન કરી અલ્પાહારનુ આયોજન કરવામાં આવ્યુ. તથા યુનિવર્સલ ફાઉન્ડેશન  અને ગ્લોબલ માર્શલ આર્ટ દ્વારા આવનારા સમયમાં સુરત તથા ગુજરાતમાં તમામ શૈક્ષણીક સંકુલો પર  વિદ્યાર્થીઓ માટે સેલ્ફ ડિફેન્સ તાલિમ પુરી પાડવાની તૈયારીઓ બતાવવામાં આવી છે

Related Posts