અમરેલી

કનુભાઈ દેસાઇ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ને ખેતીવાડી માટે અનિયમિત વીજળી મળતી હોય તે માટે સુરેશ પાનસુરીયા ની ધારદાર રજૂઆત

અમરેલી જિલ્લા ભાજપ અધ્યક્ષ સુરેશ ભાઈ પાનસુરીયા દ્વારા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ ને લેખિત રજૂઆત કરવામાં આવી કે સાવરકુંડલા લીલીયા ના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ને અનિયમિત વીજળી મળે છે જેના કારણે ગ્રામ્ય વિસ્તારના મારા ખેડૂત ભાઈઓને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ ઉનાળાના કપરા સમયમાં ખેતીવાડી ના પાકોને જીવંત રાખવા માટે માટે પાણી ખુબ જ જરૂરિયાત હોય  જેના માટે વીજળી આવશ્યક છે પરંતુ સ્થાનિક લેવલે વ્યવસ્થાના અભાવે  અનિયમિત વિજળી પ્રાપ્ત થાય છે. આના કારણે મારા ખેડૂત ભાઈઓને રાતદિવસ ઉજાગરા કરી પાણી વાળવા માટે લાઈટ ની રાહ જોવી પડે છે તો આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરી સાવરકુંડલા લીલીયા મતવિસ્તારના સર્વે ખેડૂત ભાઈઓને સમયસર વિજળી પ્રાપ્ત થાય અને પુરો સમય વીજળી રહે એવા પ્રયત્નો કરશો તેવી સુરેશભાઈ પાનસુરીયા દ્વારા કનુભાઈ દેસાઈ ને લેખિત રજૂઆત કરવામાં આવી હતી

Related Posts