મધ્યપ્રદેશથી મોરબી આવતા શ્રમિકનું ખેડા પાસે અકસ્માતમાં મોત
મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના ખીચડીયા ગામે રહેતા ૪૭ વર્ષીય લાલુભાઇ આનંદભાઈ માવી પોતે મંજૂરી કામ કરી પોતાના પરિવારનુ ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં બે દીકરા તથા છ દીકરી છે. ગત ૨૭મી માર્ચના રોજ લાલુભાઇ પોતાનું મોટરસાયકલ નંબર (જીજે-૩-સીક્યુ-૦૮૦૫) ચલાવીને મધ્યપ્રદેશથી મોરબી જવા નીકળ્યા હતા. આ દરમિયાન તેઓ ખેડા જિલ્લાના ખેડા ધોળકા રોડ પર આવેલ ચાંદરડા ગામની સીમમાંથી પસાર થઇ રહ્યા હતા
ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે મોટરસાયકલને પાછળથી ટક્કર મારી હતી. આથી મોટરસાયકલ ચાલક લાલુ ભાઈ રોડ ઉપર પટકાતા શરીરે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી તેથી તેઓનું ઘટનાસ્થળે કમાટી ભર્યું મોત નિપજ્યું છે. બનાવની જાણ તેમના ભાઈ નરસુભાઈ માવીને થતાં તેઓ તથા તેમના કુટુંબીજનો ખાનગી વાહન મારફતે ખેડા ખાતે આવી પહોંચ્યા હતા. અકસ્માતના પગલે આઠ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. જેના કારણે માવી પરિવાર પર આભ તુટી પડ્યું છે. આ બનાવ સંદર્ભે નરસુભાઈ માવીએ ખેડા ટાઉન પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે.
રાજ્યમા સતત વધતા જતા અકસ્માતોના કારણે કેટલાય લોકોને નિરાધાર થવાનો વારો આવ્યો છે. ખેડાના ચાદણા નજીક હિટ એન્ડ રનના બનાવમાં ૮ સંતાનોના પિતાએ અકસ્માતમાં જીવ ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મધ્યપ્રદેશથી મોરબી જવા બાઈક લઈને નીકળેલ શ્રમિકને ખેડા પાસે અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા ચાલકનું ગંભીર ઈજા થતાં કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ બનાવ સંદર્ભે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ જવા પામી છે.
Recent Comments