fbpx
બોલિવૂડ

હું શરમાળ હતી અને મારામાં આત્મવિશ્વાસનો અભાવ હતો: હરનાઝ સંધુ

‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ના મંચ પર આવેલી મહેમાન જજ મિસ યુનિવર્સ ૨૦૨૧ હરનાઝ કૌર સંધુએ તમામ સ્પર્ધકોને તેમના પ્રદર્શનની પ્રશંસા કરીને પ્રોત્સાહિત કર્યા હતા. એટલું જ નહીં પરંતુ પોતાની વાર્તા અને અનુભવ પણ દરેક સ્પર્ધક સાથે શેર કર્યો હતો. સોની ટીવીનો ટેલેન્ટ રિયાલિટી શો ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ પ્રેક્ષકોની સામે ટોચના ૧૧ સ્પર્ધકો સાથે વધુ એક આકર્ષક અને મનોરંજક પ્રદર્શન રજૂ કરી રહ્યો છે. ૈંય્‌નું પ્લેટફોર્મ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી કરી રહ્યું છે. શોમાં આવેલા ડાન્સ માસ્ટર ટેરેન્સ લુઈસ અને મિસ યુનિવર્સ ૨૦૨૧ હરનાઝ કૌર સંધુની સામે દિલ્હીના બોમ્બ ફાયર ટીમે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના ‘ઢોલીડા’ ગીત પર પરફોર્મન્સ આપ્યું હતું. આ સ્પર્ધકોએ માત્ર નિર્ણાયકો- કિરન ખેર, શિલ્પા શેટ્ટી કુન્દ્રા, બાદશાહ અને મનોજ મુન્તાશીરને જ પ્રભાવિત કર્યા હતા તેવું નથી, પરંતુ તેઓએ તેમના શાનદાર નૃત્યથી આજે શોના ખાસ મહેમાન હરનાઝ કૌર સંધુને પણ પ્રભાવિત કર્યા હતા.

હરનાઝ કૌર સંધુ તેમના આ જાેરદાર નૃત્યથી ખુબ જ પ્રભાવિત થઇ હતી. હરનાઝ કૌર સંધુ પોતે ‘બોમ્બ ફાયર ક્રૂ’ની સૌથી મોટી ફેન છે. જ્યારે તેણીએ તેના મનપસંદ જૂથને સ્ટેજ પર શાનદાર પ્રદર્શન કરતા નિહાળ્યા, ત્યારે હરનાઝ તેની સાથે સ્ટેજ પર જાેડાઈ હતી અને કહ્યું હતું કે, આટલું શક્તિશાળી પ્રદર્શન. હું કહીશ કે મને આશ્ચર્ય થયું હોવા છતાં પણ આશ્ચર્ય થયું નથી. તમે છોકરીઓ સ્ટેજને કેવી રીતે આગ લગાડો છો તે જાેઈને મને ખુબ આનંદ થયો છે. આ ભારત છે યાર, પ્રતિભા તો હશે જ. તેણીએ આગળ કહ્યું કે, “તમારા શાનદાર ડાન્સથી મને યાદ આવ્યું કે હું કેવી હતી. હું શરમાળ હતી અને મારામાં આત્મવિશ્વાસનો અભાવ હતો.” પોતાની જિંદગીની વાત સંભળાવતા હરનાઝે આગળ કહ્યું કે, તેણીને પોતાના વિશે ઘણી શંકાઓ હતી, પરંતુ હજુ પણ તમારા જીવનમાં એક એવી ઘટના બને જ છે, જે તમને સંપૂર્ણપણે બદલી શકે છે.

તે તમારા પર ર્નિભર છે કે તમે તમારામાં કેટલો વિશ્વાસ કરો છો. મારા માટે આત્મ સન્માન ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. મને સમજાયું છે કે આખા વિશ્વમાં તમારો એકમાત્ર અને સતત સહાયક માત્ર તમે જ છો. જાે તમને આટલો વિશ્વાસ હશે તો તમને કોઈ રોકી શકશે નહીં.” તેણીએ જણાવ્યું હતું. હરનાઝે ‘બોમ્બે ફાયર ક્રૂ’ને ભેટમાં એક કમરબંધ આપ્યો હતો, જેમાં લખ્યું હતું કે, ”હું છું ભારત.” ‘બોમ્બ ફાયર ક્રૂ’ના શાનદાર ડાન્સ પર્ફોર્મન્સની તેમજ તેઓની ટેકનિક અને ડાન્સ સ્ટાઇલની પ્રશંસા શોના નિર્ણાયકોએ કરી હતી, ત્યારે બાદશાહે તેમને ફરી એકવાર ‘ગોલ્ડન બઝર’ આપ્યો. આટલું જ નહીં, શોની જજ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ પણ એક ડાન્સરના માનમાં સેન્ડલ ફેંક્યા હતા. અમે તમને જણાવી દઈએ કે, હરનાઝ સંધુ અને શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ ‘બોમ્બે ફાયર ક્રૂ’ ‘ઢોલીડા’ ગીત ઉપરાંત, કેટલાક ગરબા પર મંત્રમુગ્ધ મૂવ્સ કરીને હાજર તમામ લોકોને અચંબિત કરી દીધા હતા.

Follow Me:

Related Posts