ગુજરાતીઓનો ફેવરિટ ‘અંજીર હલવો’ તમે પણ બનાવો ઘરે, નોંધી લો આ રેસિપી
જ્યાં ગુજરાતીઓ હોય ત્યાં ગળ્યું તો હોય જ…ગુજરાતીઓને ગળ્યું ખાધા વગર તો ચાલે જ નહિં. લગ્ન પ્રસંગ હોય કે કોઇ બીજું ફંક્શન હોય ગુજરાતીઓમાં મીઠાઇ વગર તો ચાલે જ નહિં. જો તમને પણ આ દિવસોમાં ગળ્યું ખાવાનું મન થતુ હોય તો અમે તમારી માટે લાવ્યા છીએ અંજીર હલવો. અંજીર હલવો ખાવાની બહુ જ મજા આવે છે. તો જાણી લો તમે પણ કેવી રીતે ઘરે બનાવશો અંજીર હલવો…
સામગ્રી
¼ કપ અંજીર
પલાળેલી અને છાલ કાઢેલી બદામની પેસ્ટ
5 ટે.સ્પૂન મિલ્ક પાઉડર
ડ્રાયફ્રૂટ્સ
2 ટેબલ સ્પૂન ઘી
2 ટેબલ સ્પૂન ખાંડ
¼ ટી સ્પૂન ઇલાયચી પાઉડર
બનાવવાની રીત
- અંજીર હલવો બનાવવા માટે સૌ પ્રથમ એક પેન લો અને એમાં ગરમ પાણી કરવા મુકો.
- પાણી ગરમ કરવા મુકીને એમાં અંજીર નાંખો.
- અંજીરને 3 થી 4 મિનિટ માટે ચડવા દો.
- હવે મિક્સર જાર લો અને એમાં ¼ કપ પાણી તેમજ બાફેલા અંજીર લઇને એની સ્મુધ પેસ્ટ બનાવી લો. બહુ ડ્રાય હોય તો તમે થોડુ પાણી એડ કરી શકો છો.
- આ પ્રોસેસ થઇ જાય એટલે એક પેન લો અને એમાં ઘી ગરમ કરવા મુકો.
- ઘી ગરમ થઇ જાય એટલે એમાં બદામની પેસ્ટ ઉમેરો અને ત્રણ મિનિટ માટે શેકી લો.
- આ બધી પ્રોસેસમાં ચમચાની મદદથી સતત હલાવતા રહો.
- હવે એમાં અંજીરની પેસ્ટ, ખાંડ, મિલ્ક પાઉડર ઉમેરીને મિક્સ કરી લો.
- આમ, આ બધી જ વસ્તુઓ સરખી રીતે મિક્સ કરી લો અને પછી ગરમ કરેલું પાણી ઉમેરો અને 5 મિનિટ માટે ધીમા ગેસે થવા દો. ખાસ ધ્યાન રાખો કે આ દરમિયાન તમારે ચમચાથી સતત હલાવતા રહેવાનું છે, જેથી કરીને નીચે ચોંટી ના જાય.
- આ બધી જ પ્રોસેસ થઇ જાય પછી એમાં ઇલાયચી પાઉડર ઉમેરીને મિક્સ કરીલ .
- 3 થી 4 મિનિટ પછી ગેસ બંધ કરી દો.
- તો તૈયાર છે અંજીરનો હલવો.
Recent Comments