રાષ્ટ્રીય

ઇલેક્ટ્રિક સ્કૂટરમાં કેવી રીતે લાગી આગ ? હરકતમાં સરકાર, મંત્રાલય અને DRDO દ્વારા અપાયા તપાસના આદેશ

ગરમી વધી ગઇ છે, ત્યારે હવે આગની ઘટનાઓ પણ એક બાદ એક સામે આવી રહી છે, પણ ચિંતાનો વિષય એ છે કે પેટ્રોલ-ડીઝલમાંથી શિફ્ટ થઇ રહેલા ઇલેક્ટ્રિક સાધનોમાં પણ આગની ઘટનાઓ સામે આવી રહી છે. જેને લઇને સરકાર હરકતમાં આવી છે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની સાથે હવે DRDOએ પણ સમગ્ર ઘટનાને લઇ તપાસના આદેશ આપ્યા છે.

ઇલેક્ટ્રિક વાહનોને લઇ લોકોમાં ટ્રેડ વધવાનો શરૂ જ થયો છે દરમિયાન ઓલા સ્કૂટર અને ઓકિનાવા સ્કૂટરમાં બનેલી આગની ઘટનાએ ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાની સરકારની નીતિને ભારે ફટકો પાડ્યો છે. ઘટનાને ગંભીરતાથી લેતા સરકારે તપાસના આદેશ આપ્યા છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના મંત્રાલયે એક સૂચનામાં જણાવ્યું છે કે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે DRDOના સેન્ટર ફોર ફાયર એક્સપ્લોઝિવ એન્ડ એન્વાયર્નમેન્ટલ સેફ્ટી યુનિટમાં પૂણેમાં ઓલા સ્કૂટર અને વેલ્લોરમાં ઓકિનાવા સ્કૂટરમાં આગની ઘટનાની તપાસ કરશે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે CFEESને ઘટનાનું કારણ તેમજ આવી ઘટનાઓને રોકવા માટે વધુ સારા પગલાં સૂચવવા જણાવ્યું છે. સાથે સરકારે જણાવ્યું છે કે લોકોની શેફ્ટિએ તેમની પહેલી પ્રાથમિકતા રહેશે.

Related Posts