fbpx
સૌરાષ્ટ - કચ્છ

કોઠારીયા ચોકડી પાસે ટી.પી.રોડ પસાર થતાં અડચણરૂપ બાંધકામો દૂર કરાયા

રાજકોટ મનપા દ્વારા કોઠારીયા ચોકડીમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર ૧૮માં ટી.પી.રોડ પસાર થતો હોવાથી ૩૦ મિલકતો પર તંત્રનું બોલડોઝર ફર્યું હતું.અને ૨,૨૫,૦૦,૦૦૦ ચો.મીટર જગ્યા ખુલ્લી કરાઈ હતી. જ્યાં મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા મિલકતધારકોને ૧ વર્ષથી સમયાંતરે નોટીસ આપવામાં આવતી હતી. અને પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું અને લાખો રૂપિયાની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે.

ટી.પી.સ્કીમ નં.૧૦, એફ.પી.નં.૮૯ માં આવેલ રહેણાંક હેતુના અમરનાથ પાર્ક શેરી નં.૧૧ ના બોલબાલા માર્ગ પર આવેલ દબાણ દુર કરવામાં આવ્યા હતા. જાે કે ડિમોલિશનમાં કોઈ અઇચ્છનીય બનાવ બન્યો નહોતો. આ સાથે કોઠારીયા ગામ રોડ પર આવેલ ૨૪ મીટરના ટી.પી.રોડમાં પર આવેલા ૨૩ આસામીઓના દબાણો દુર કરી ૧૯૦ ચોરસ મીટરની જગ્યા ખુલ્લી કરાઈ હતી. ગેરકાયદેસર મિલકતો ખડકી દેનારાઓને અગાઉ જગ્યા ખાલી કરવા માટે નોટિસ પણ પાઠવવામાં આવી હતી. પરંતુ જગ્યા ખાલી ન થતા આજે મનપા દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ડિમોલિશનમાં ફાયર બ્રિગેડ,વિજિલન્સ,દબાણ હટાવ,ટી.પી.શાખા સહિતની શાખાઓ જાેડાઈ હતી.

Follow Me:

Related Posts