કેન્સર-થાઇરોઇડથી બચવા માટે મહિલાઓ અઠવાડિયામાં 1 વાર ખાઓ આ Superfoods
ભારતીય મહિલાઓ પરિવારને સંભાળવામાં એટલી વ્યસ્ત હોય છે કે જેના કારણે એ પોતાના માટે સમય કાઢી શકતી નથી. પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન ના રાખી શકવાને કારણે અનેક બીમારીઓની ઝપેટમાં એ જલદી આવી જાય છે. મોટાભાગે મહિલાઓ થાઇરોઇડ અને કેન્સર જેવી બીમારીઓની ઝપેટમાં જલદી આવતી હોય છે. આ માટે દરેક મહિલાઓએ પોતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આમ, જો તમે થાઇરોઇડ અને કેન્સરથી બચવા ઇચ્છો છો તો આ સુપર ફુડ્સને તમારા ડાયટમાં એડ કરો.
દૂધ
દૂધ એક એવો આહાર જે અનેક તત્વોથી ભરપૂર હોય છે. આ માટે દરેક મહિલાઓએ એમના ડાયટમાં દૂધને એડ કરવું જોઇએ. દૂધની સાથે તમે સંતરાનો જ્યૂસ પણ એડ કરી શકો છો. પણ ધ્યાન રહે કે દૂધ અને સંતરાનો જ્યૂસ સાથે લેવાનો નથી. દૂધમાં કેલ્શિયમ અને વિટામીન ડી જેવા અનેક તત્વો હોવાથી હાડકાં મજબૂત બને છે અને સાથે-સાથે કેન્સરથી પણ બચી શકો છો.
દહીં
દૂધની જેમ દહીં પણ મહિલાઓ માટે ખૂબ ફાયદાકારક છે. બપોરના ભોજનમાં તમે અચુક દહીં એડ કરો. દહીંમાં મેગ્નેશિયમ અને આયરન હોય છે જે કેન્સર અને થાઇરોઇડ જેવી બીમારીઓથી બચાવે છે. દહીં ઇમ્યુનિટી બુસ્ટર જેવું કામ કરે છે.
પાલક
લીલા શાકભાજી દરેક લોકોએ ખાવા જોઇએ. લીલા શાકભાજી તમારી ઇમ્યુનિટી વધારે છે અને સાથે-સાથે તમને કેન્સર જેવી બીમારીઓથી પણ બચાવે છે. પાલકની સાથે તમે તમારા ડાયટમાં બ્રોકલી, કોબીજ અને બીજી શાકભાજીને પણ એડ કરી શકો છો. પાલક મહિલાઓના શરીરમાં હોર્મોન્સ કંટ્રોલ કરવાનું કામ કરે છે.
બીટ
આયરન અને ફાઇબરથી ભરપૂર બીટ મહિલાઓ માટે સૌથી બેસ્ટ છે. બીટ ખાવાથી કેન્સર અને થાઇરોઇડ જેવી બીમારીઓથી બચી શકાય છે.
Recent Comments