કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, જાણો હવામાન વિભાગે કેટલા દિવસ કરી હિટવેવની આગાહી
ગુજરાતમાં હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આ ગરમી વચ્ચે એક મોટા સમાચાર એ છે કે હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી હિટવેવની આગાહી કરી છે. તમને જણાવી દઇએ કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હિટવેવ રહેશે. આ દિવસોમાં તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો વધારો થઇ શકે છે. કાળઝાળ ગરમી વચ્ચે પાણીજન્ય રોગોમાં સતત વધારો થઇ રહ્યો છે.
આ ગરમીમાં અમારી અપીલ છે કે તમે બપોરના ગાળામાં બને ત્યાં સુધી ઘરની બહાર નિકળશો નહિં. કારણકે બપોરનો આકરો તડકો તમને અનેક મુશ્કેલીઓમાં મુકી શકે છે. આ દિવસોમાં અમદાવાદથી લઇને બીજા અનેક શહેરોમાં ઝાડા ઉલ્ટીના કેસ સતત વધી રહ્યા છે. આ રોગચાળામાં હાલમાં ટાઇફોઇડ, તાવ, ઝાડા ઉલ્ટી, કોલેરા જેવા રોગનો સમાવેશ થાય છે. અનેક દવાખાનામાં આ પ્રકારના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.
આ ગરમીમાં તમારે પણ બહારની વસ્તુઓ ખાવાનું ટાળવું જોઇએ. બહારની વસ્તુઓ ખાવાથી તમે પણ ઝાડા ઉલ્ટીના ચક્કરમાં તમે ફસાઇ શકો છો. આ માટે બને ત્યાં સુધી બહારનું ખાવાનું ટાળો. એક અહેવાલ મુજબ હાલમાં કોલેરા, ઝાડા ઉલ્ટી, તાવ જેવા અનેક રોગો ખૂબ જ વધી રહ્યા છે. આ સાથે જ તમે આ ગરમીમાં બને ત્યાં સુધી વધારેમાં વધારે પાણી પીવો જેથી કરીને ડિહાઇડ્રેશન જેવી સમસ્યાઓ ના થાય. જો શરીરમાં પાણી ઓછુ થાય તો અનેક બીમારીઓને આમંત્રણ મળે છે.
આ ગરમીમાં બહાર જતા પહેલા તમે લીંબુનો શરબત પીને જાવો જેથી કરીને તમને ચક્કર આવે નહિં અને તમારામાં સ્ટેમીના પણ રહે. જો કે આ ગરમીમાં અનેક રસ્તાઓ પણ સૂમસામ બની ગયા છે. અનેક લોકો ઘરની અંદર એસીની હવા ખાઇ રહ્યા છે. આ ગરમીમાં એસી લોકો માટે એક મોટો આધાર બની રહે છે.
Recent Comments