fbpx
ગુજરાત

લાંચ કેસમાં વધુ આરોપી દિકરો અને તલાટી ફરાર

ગાંધીનગર એસીબી ટીમે રોહિસ્સા ગામના સરપંચ પતિના ઘરે લાંચનું છટકુ ગોઠવી ઝડપી પાડયા હતા. જેમાં તલાટી અને અન્ય સભ્ય કે જે મહેમદાવાદ તાલુકા બક્ષીપંચ મોરચાના મહામંત્રી બળદેવભાઇ બીજાેલભાઇ રબારીની પણ સંડોવણી બહાર આવી છે. જાે કે સભ્ય માતાની જગ્યાએ પુત્ર વહીવટ કરતા હોવાનું પણ બહાર આવ્યું છે.મહેમદાવાદના રોહિસ્સામાં બોરની આકારણી માટે એક જાગૃત નાગરિક પાસે રૂ ૨ લાખની લાંચની માંગણી માગી હતી. આ લાંચમાં ગામના સરપંચ પતિ, તલાટી અને સભ્યએ ભેગા મળી માંગી હતી.

જાે કે આ લાંચની રકમ જાગૃત નાગરિક આપવા માંગતા ન હોવાથી એસીબીને જાણ કરી હતી. જે અન્વયે સરપંચના ઘરે લાંચનું છટકું ગોઠવ્યું હતું. જેમાં સરપંચ પતિ લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિઓ મળી આવ્યા ન હતા. મહેમદાવાદ તાલુકાના રોહિસ્સા ગામે બાબુભાઇ રાઠોડના પત્ની ગામના સરપંચ તરીકે ચૂંટાઇ આવ્યા હતા. આ બાદ ગામનો સંપૂર્ણ વહીવટ પત્નીના નામે બાબુભાઇ કરતા હોવાનું પણ બહાર આવ્યું છે. જાગૃત નાગરિક બોરની ટાંકીની અને ઓરડાની આકારણી કરવા માટે રોહિસ્સા ગ્રામ પંચાયત ખાતે અરજી આપવામાં આવી હતી. જે અન્વયે ગામના સરપંચના પતિ બાબુભાઇ રાઠોડ, ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પ્રશાંત ચીમનલાલ પરમાર અને ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના મહામંત્રી બળદેવભાઇ રબારીએ ઉપરોક્ત કામ માટે લાંચની માંગણી કરી હતી.

વળી આ અંગે સરપંચના પતિ, તલાટી અને સભ્યએ જાગૃત નાગરિકને જણાવ્યુ હતુ કે જમીનની આકારણી થશે, બાદમાં બોરની આકારણી માટે રૂ ૨ લાખ રોકડાની માંગણી કરી હતી. જાે કે આ લાંચ જાગૃત નાગરિક આપવા માંગતા ન હોવાથી તેમને ગાંધીનગર એસીબીનો સંપર્ક કર્યો હતો. જે અન્વયે એસીબી ટીમે એસીબી લાંચનુ છટકું ગોઠવ્યું હતું. અગાઉ વાત થઇ હતી તે પ્રમાણે સરપંચના ઘરે જાગૃત નાગરિક સાથે એસીબી ટીમ પહોંચી હતી અને રોકડ રૂ ૨ લાખ સ્વીકારતા બાબુભાઇ રાઠોડને ઝડપી પાડયા હતા. જાે કે આ બનાવમાં તલાટી કમ મંત્રી પ્રશાંત પરમાર અને બક્ષીપંચ મોરચાના મહામંત્રી બળદેવભાઇ રબારી સ્થળ પર મળી આવ્યા ન હતા. આ બનાવ અંગે એસીબી ટીમે ફરાર બંને વ્યક્તિઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts