fbpx
રાષ્ટ્રીય

ચંપલ કાઢ્યા પછી પગમાંથી બહુ ગંદી વાસ આવે છે? તો મીઠાનો આ રીતે કરો ઉપયોગ

ગરમીની સિઝન શરૂ થતાની સાથે જ પગમાંથી વાસ આવવા લાગે છે. ગરમીની સિઝનમાં સૌથી મોટી તકલીફ પગમાંથી વાસ આવવાની છે. જો કે ઘણાં લોકોના પગમાંથી અતિશય વાસ આવતી હોય છે. આ વાસ બાજુની વ્યક્તિને હેરાન કરી નાંખે છે. પગમાંથી વાસ આવવાને કારણે અનેક વાર વ્યક્તિ શરમમાં પણ મુકાય છે. પગમાંથી સતત વાસ આવવાને કારણે પગમાં ખંજવાળ આવવી, બેક્ટેરિયા તેમજ ફંગસ ઇન્ફેક્શનનું જોખમ પણ વધી જાય છે. આમ, જો તમારા પગમાંથી પણ બહુ વાસ આવે છે તો આ ઘરેલું ઉપાયો તમારા માટે સૌથી બેસ્ટ છે.

મીઠાના પાણીમાં પગ પલાળો

પગમાંથી આવતી વાસમાંથી છૂટકારો મેળવવા માટે પગને ઘરે જઇને મીઠાના પાણીમાં પલાળો. આ માટે તમે મોટી ડોલમાં કે ટબમાં પાણી લો અને એમાં મીઠું નાંખો. જો તમે આ પક્રિયા અઠવાડિયામાં ત્રણ વાર કરશો તો પગમાંથી વાસ આવતી બંધ થઇ જશે.

બહારથી આવ્યા પછી પગને ધોવો

માત્ર ન્હાયા પછી જ નહિં પરંતુ તમે જેટલી વાર બહારથી ઘરે આવો ત્યારે પગને ચોખ્ખા પાણીથી ધોઇ લો. પગને ધોવાથી વાસ આવતી દૂર થાય છે.

પાવડરનો યુઝ કરો

પગમાંથી અતિશય પરસેવો થવાને કારણે અતિશય વાસ આવવા લાગે છે. આ વાસને દૂર કરવા માટે તમે જે ચંપલ કે બૂટ પહેરો છો એમાં થોડો પાવડર નાંખો. પાવડર નાંખવાથી વાસ આવતી બંધ થઇ જાય છે.

હાઇડ્રેટેડ રહો

ગરમીમાં અતિશય પાણી પીવો. ગરમીમાં વધારે પાણી પીવાથી શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જો તમે દિવસમાં પાણી વધારે પીવો છો તો પગમાંથી આવતી વાસ ઓછી થઇ જાય છે. જો કે ઘણાં લોકો ગરમીમાં પાણી ઓછુ પીતા હોય છે જેના કારણે શરીરમાં બીજી અનેક બીમારીઓ થાય છે.

Follow Me:

Related Posts