માંડવા ગામે સમસ્ત પિતૃ મોક્ષાર્થે યોજાશે શ્રીમદ્દ ભાગવત કથા
શ્રી વિશ્વાનંદમાતાજી કથામૃત પાન કરાવશે
જાળિયા
માંડવા ગામે સમસ્ત પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન થયું છે. અહીં શ્રી વિશ્વાનંદમાતાજી કથામૃત પાન કરાવશે.
ઢસા પાસેના માંડવા ગામે સમસ્ત ગામના આયોજન સાથે આગામી શનિવાર તા.૨થી શ્રીમદ્દ ભાગવત કથાનો પ્રારંભ થશે. અહીં શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રી વિશ્વાનંદમાતાજી સંગીતમય શૈલી સાથે કથામૃત પાન કરાવશે. ગામના સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે યોજાનાર આ કથાનો વિરામ શુક્રવાર તા.૮ના થશે. સ્થાનિક આગેવાનો સાથે ગ્રામજનો દ્વારા ભાવ અને ઉત્સાહ સાથે તૈયારીઓ થઈ રહી છે.
Recent Comments