અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો અમદાવાદમાં રોડ શો, 25 વર્ષથી ભ્રષ્ટાચાર ખતમ નથી થયો, એક મોકો AAPને આપોઃ કેજરીવાલ, તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
વહેલી ચૂંટણી થવાની શક્યતાઓ વચ્ચે રાજકીય માહોલ જામ્યો છે. તેમજ કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ પણ વધ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજથી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આમ આદમી પાર્ટી અમદાવાદમાં શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં ખોડિયાર માતાના દર્શન કરી રોડ શૉની શરૂઆત કરી છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને રોડ શૉ યોજ્યો છે. જેમાં ગુજરાત આપના નેતા ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા પણ રોડ શોમાં જોડાયા છે. નિકોલ ખોડિયાર મંદિર 80 ફૂટ રોડથી શરૂ થયેલી તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે.ભાજપ અહિયાં 25 વર્ષમાં કશું ન કરી શકીઃ અરવિંદ કેજરીવાલ દિલ્હીના CM કેજરીવાલે કહ્યું કે, પંજાબમાં AAPએ 10 દિવસમાં ભ્રષ્ટાચાર સમાપ્ત કરી દીધો છે. હું કોઈ પાર્ટીની બુરાઈ નથી કરતો. હું ભાજપ કે કોંગ્રેસને હરાવવા નહીં પરંતુ ગુજરાત અને ગુજરાતીઓને જીતાડવા માટે આવ્યો છું. ભાજપ અહિયાં 25 વર્ષમાં કશું ન કરી શકી. 25 વર્ષથી ભ્રષ્ટાચાર ખતમ નથી થયો, એક મોકો AAPને આપો, પસંદ ન આવે તો બદલી કાઢજો.
Recent Comments