ભાવનગર વર્ષ ૧૯૭૫ થી ૧૯૭૯ તેમ ૪ વર્ષ સુધી ક્રીડાંગણ અને સ્કાઉટ ગાઈડ તાલીમમાં સંનિષ્ઠ વિદ્યાર્થી તરીકે સન્માનિત શ્રી રક્ષાબહેન ભટ્ટ અંગ્રેજી વિષયમાં M.A.,B.ed., સુધી શિક્ષિત થયા. વર્ષ ૧૯૯૨-૯૩થી ભાવનગરની પ્રતિષ્ઠિત કોમર્સ શાળામાં શિક્ષક તરીકે સેવાર્થી બન્યા અને ૩૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષા સાથે પરિચિત કર્યા છે. શિશુવિહારનાં નેત્રયજ્ઞો, ક્રીડાંગણની રમતો તેમજ સ્કાઉટ ગાઈડ તાલીમ દ્વારા જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ભાવનગરનું પ્રતિનિધિત્વ કરીને સંસ્થાનું નામ રોશન કરતા રહ્યા છે.એક દૃષ્ટિ સંપન્ન પ્રવાસી અને તસવીરકાર શ્રી રક્ષાબહેન ભટ્ટનાં ૨૨ વર્ષના પરિભ્રમણ થકી ભારતનાં સરહદી વિસ્તાર અને વિશેષત: આદિવાસી સંસ્કૃતિને કચકડે મઢી સંરક્ષિત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ પ્રકૃતિથી પરિચિત અને તે માટે વિશેષ કાળજી રાખનાર શ્રી રક્ષાબહેન ભટ્ટ દ્વારા પોતાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી ૧૫થી વધુ પ્રવાસો ૧૦ થી વધુ ટ્રેકિંગ કાર્યક્રમો ઉપરાંત બે પુસ્તક પ્રકાશિત કરી સામાજિક પ્રદાન કર્યુ છે.એક જાગ્રત શિક્ષક તરીકે નવી પેઢીમાં ઉત્સાહ અને દૃષ્ટિ વિસ્તારનાર રક્ષાબહેનનો સાંસ્કૃતિક જતન માટેનો પ્રયાસ સરાફ્નીય છે. શિશુવિહાર સંસ્થા ક્રીડાંગણના પૂર્વ વિદ્યાર્થી ‘સ્વ. મહાશ્વેતાબહેન ત્રિપાઠી સન્માન’થી શ્રી રક્ષાબહેન ભટ્ટનું સન્માન કરતા ગૌરવ અનુભવે છે.
જાગ્રત શિક્ષક તરીકે નવી પેઢીમાં ઉત્સાહ અને દૃષ્ટિ વિસ્તારનાર રક્ષાબહેનનો સાંસ્કૃતિક જતન માટેનો પ્રયાસ સરાફ્નીય

Recent Comments