fbpx
ગુજરાત

પત્રકાર એકતા સંગઠનની છોટાઉદેપુર જિલ્લાની મિટિંગ લાભુભાઈ કાત્રોડીયા ની અધ્યક્ષતા માં સર્કિટ હાઉસ ખાતે યોજાઇ ગઇ.

ગુજરાત ભરના જિલ્લાઓ માં તાલુકા સાથેની કારોબારી ધરાવતા એકમાત્ર પત્રકાર સંગઠન એટલે કે પત્રકાર એકતા સંગઠન ની છોટાઉદેપુર જિલ્લાની નવીન કારોબારી ની રચના કરવા બેઠક યોજાઈ હતી. આ કાર્યક્રમ માં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા  પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગભાઈ પંડ્યા ,પાલીતાણા થી પ્રદેશ અગ્રણી શ્રી ગીરવાનસિંહ સરવૈયા પાલીતાણા થી આર.બી.રાઠોડ, મહેસાણાથી પ્રહલાદભાઈ ચૌહાણ, પ્રદેશ આઇ.ટી. સેલ અધ્યક્ષ સમીર બાવાણી તેમજ ઝોન ૯  પ્રભારી ભરતસિંહ રાઠોડ,   ઝોન ૯ સહ પ્રભારી દિનેશભાઈ કલાલ ,  ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ભારતીય સંસ્કૃતિ મુજબ કાર્યક્રમ ની શરૂઆત માં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.કાર્યક્રમ ની શરૂઆત પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગભાઈ પંડ્યા પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું કે મર્હુમ સલીમભાઈ નાં એક વિચારથી સંગઠન ની સ્થાપના કરવામાં આવી અને પત્રકાર એકતા સંગઠન આ નામ પણ ગાંધીનગર ની પ્રથમ મિટિંગ  સર્વાનુમતે રાખવામાં આવ્યું. ભારત નું  લોકશાહી ઢબે કામ કરતું પત્રકાર સંગઠન એટલે પત્રકાર એકતા સંગઠન  એકમાત્ર એવું સંગઠન છે જેની ગુજરાત નાં તમામ જિલ્લા અને તાલુકા માં કારોબારી છે. માત્ર નામનું નહિ પરંતુ કામનું કહી શકાય તેવું સંગઠન હાલ પત્રકારોનો આવાજ બની સરકાર સાથે વાટાઘાટ કરી અને પત્રકારો ને ન્યાય અપાવવા નાં પંથ પર ચાલી રહ્યું છે.હાજર મંચસ્થ મહાનુભવો  શ્રી ગીરવાનસિંહ સરવૈયા ,  આર.બી.રાઠોડ,   પ્રહલાદભાઈ ચૌહાણ, પ્રદેશ આઇ.ટી. સેલ અધ્યક્ષ સમીર બાવાણી ભરતસિંહ રાઠોડ, દિનેશભાઈ કલાલ ,  દ્વારા પોતાના પ્રાસંગિક ઉદ્બોધન માં એકસુરે પત્રકારો ને એક થઈ અને સાથ સહકાર આપી સંગઠન નો વ્યાપ વધારવા અને પત્રકારો ને મજબૂત કરવા માટે સંગઠીત થવા આહવાન કર્યું હતું.

પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા દ્વારા પોતાના પ્રાસંગિક ઉદ્દબોધન માં જણાવ્યું કે પત્રકાર એકતા સંગઠન હાલ સમગ્ર ગુજરાતના   જિલ્લાઓ માં તાલુકાની કારોબારી સાથે કાર્યરત છે અને  પત્રકારો નાં પ્રશ્નો ને વાચા આપવા તત્પર રહેતું એકમાત્ર સંગઠન સરકાર સાથે વાટાઘટો મારફત વિવિધ માંગણીઓ સ્વીકૃત કરાવી પત્રકારોની પાછલા વર્ષો ની છીનવાયેલ  સુવિધાઓ પણ પરત અપાવવા થી ખુબ નજીક છે. પત્રકાર એકતા સંગઠન ની કાર્યપદ્ધતિ મુજબ કાયદેસર ની ચુટણી પ્રક્રિયા યોજી અને પ્રમુખ પદ માટે  સર્વાનુમતે મહિસાગર જિલ્લા પત્રકાર એકતા સંગઠન નાં પ્રમુખ તરીકે સંજયભાઈ મહેશ્વરી ચૂંટાઈ આવ્યા હતા.વિવિધ હોદ્દા ની દરખાસ્ત મંગાવી સર્વાનુંમતે ઉપપ્રમુખ તરીકે સંજયભાઈ ભાટિયા, મકબૂલભાઈ  ભાટિયા,વિનેશભાઈ રાઠવા,  મહામંત્રી તરીકે  યશવંતભાઈ ચૌહાણ , ઈકબાલભાઈ શેખ, સલીમભાઈ શેખ, મંત્રી તરીકે   સેજલભાઈ ખત્રી, ઈમરાન ભાઈ સિંધી, વિકેશભાઈ શાહ, માજીદભાઈ પઠાણ,  સહમંત્રી તરીકે ધર્મેશભાઇ ચૌહાણ, ઝફરભાઈ મકરાણી,  ખજાનચી તરીકે માજીદભાઇ ખત્રી તેમજ આઇ.ટી.સેલ માં તોફિક ભાઈ શેખની નિમણુક અપાઈ હતી.અંતે સૌ પત્રકાર મિત્રો તિથિ ભોજન લઇ છુટ્ટા પડ્યા

Follow Me:

Related Posts