fbpx
ગુજરાત

10 હજાર તબીબોના હડતાલના મુદ્દે આરોગ્ય મંત્રીએ કહ્યું 95 ટકા પ્રશ્નો ઉકેલાયા છે

રાજ્યની સરકારી હોસ્પિટલના 10 હજાર તબીબો આજથી તેમની માંગણીઓને લઈને હડતાળ પર જશે. એક જ મુદ્દાને લઈને ત્રીજી વખત રજૂઆતો કરવામાં આવી હોવાનું તબીબો એ જણાવ્યું હતું. આ માંગણીઓ ના સંતોષાતા તેમને હડતાલ પર જવાનું નક્કી કર્યું છે. આ મુદ્દાને તેમજ તબીબોની હડતાલને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે,  અગાઉના પ્રશ્નોને લઈને તબીબોના 95 ટકા પ્રશ્નોને સોલ કરવામાં આવ્યા છે. હવે કયા પ્રકારના પ્રશ્નો છે તે અંગે જાણીશું, હવે કયા નાના મોટા મુદ્દાને લઈને હડતાલ કરી છે તે અંગે અમે તેમની સાથે ચર્ચા કરીશું તેવું તેમને મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. 
રાજ્યની સરકારી હોસ્પિટલના 10 હજાર તબીબો આજથી તેમની માંગણીઓને લઈને હડતાળ પર જશે. એક જ મુદ્દાને લઈને ત્રીજી વખત રજૂઆતો કરવામાં આવી હેવાનું તેમને જણાવ્યું હતું. 
 
સરકારી હોસ્પિટલના તબીબોનું કહેવું છે કે, અમારો ભરોષો સરકાર પરથી ઉઠી ગયો છે. નાણા વિભાગના અધિકારીના કારણે ડૉક્ટરો અને સરકાર ગુજરાતની મેડિકલની 5 એસોસિએશન એક સાથે આ હડતાલ કરશે જેથી તમામ હેલ્થને લગતા કામો અટકવાની શક્યતા છે.

Follow Me:

Related Posts