ભારતની આઝાદીના 75 વર્ષ નિમિત્તે તેનું સ્વદેશી ગગનયાન મિશન શરૂ કરશે
ભારત 2022 માં આઝાદી કા અમૃત મોહોત્સવની ઉજવણી દરમિયાન ભારતની આઝાદીના 75 વર્ષ નિમિત્તે તેનું સ્વદેશી ગગનયાન મિશન શરૂ કરશે. ગગનયાન કાર્યક્રમ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)નું સ્વદેશી મિશન છે જે ભારતીય અવકાશયાત્રીઓને અવકાશમાં લઈ જશે, તે ભારતીય ક્રૂ સાથેનું ઓર્બિટલ સ્પેસક્રાફ્ટ છે જે ભારતીય હ્યુમન સ્પેસફ્લાઇટ પ્રોગ્રામના ભાગ રૂપે, 2023 સુધીમાં 2 અવકાશયાત્રીઓને અંતરિક્ષ મોકલાશે. આ કાર્યક્રમ માનવ સ્પેસફ્લાઇટ મિશન શરૂ કરનાર ભારતને વિશ્વનું ચોથું રાષ્ટ્ર બનાવશે. સ્પેસ ટેક્નોલોજીના સંદર્ભમાં, માનવસહિત અવકાશ કાર્યક્રમ એ ભારત માટે મહત્વનુ પગલું છે. ગગનયાનની સફળતા ભારતને અવકાશ મહાસત્તાઓની ચુનંદા ક્લબમાં મૂકશે. ભારતને પોતાનું સ્પેસ સ્ટેશન વિકસાવવામાં એક પગલું આગળ વધવામાં મદદરૂપ સાબિત થશે. સલામત, સફળ માનવસહિત અવકાશ મિશનને સુનિશ્ચિત કરવા માટે તકનીકી પડકારોનો સામનો કરવો અને જરૂરી ટેકનોલોજી પ્રાપ્ત કરવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ મહત્વપૂર્ણ છે.ગગનયાનનો ઉદ્દેશ્ય LEO માટે માનવ અવકાશ ઉડાન મિશન હાથ ધરવા માટે સ્વદેશી ક્ષમતા દર્શાવવાનો છે. ગગનયાન કાર્યક્રમ લો અર્થ ઓર્બિટ (LEO) સુધી માનવસહિત સ્પેસફ્લાઇટના ટૂંકા ગાળા ભ્રમણ દ્વારા લાંબા ગાળાનો સાતત્યપૂર્ણ ભારતીય માનવ અવકાશ સંશોધનનો પાયો નાખશે.
Recent Comments