બોર્ડની ડુપ્લિકેટ રસીદ કૌભાંડમાં આરોપીને બે દિવસના રિમાન્ડ મંજૂર
જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં રહેતા જીજ્ઞેશ જગદીશ પરમાર નામના શખ્સના ઘરમાં બાતમીના આધારે એ ડીવીઝન પોલીસે દરોડો પાડી બોર્ડની ધો.૧૦ અને ૧૨ની ડુપ્લિકેટ રસીદ બનાવતા ઝડપી લઈને ત્રણ વિદ્યાર્થીઓની રીસીપ્ટ તેમજ લેપટોપ, મોબાઈલ કબજે કરીને કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જેની તપાસમાં પીએસઆઈ એ.બી.દત્તાએ આરોપી જીજ્ઞેશ પરમારને રિમાન્ડની માંગણી સાથે રજૂ કરતા કોર્ટે આરોપી જીજ્ઞેશને બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોપ્યો છે.
આ મામલે પોલીસના જણાવ્યા મુજબ જીજ્ઞેશની રિમાન્ડ દરમિયાન આ અગાઉ તેણે ક્યારેય આવા કૌભાંડ કરેલા છે કે કેમ ? અત્યારે પકડાયેલા કૌભાંડમાં વધુ કોઈ શખ્સોની સંડોવણી છે કેમ? આવા અનેક સવાલોના જવાબ મેળવવા પુછપરછ હાથ ધરાશે. આ કેસનો મુખ્ય સુત્રધાર રાજકોટની લાલ બહાદુર શાસ્ત્રી હાઇસ્કુલ સંચાલિત શાળાના રાજુ વ્યાસ તથા તેમજ જે છાત્રના સ્થાને જીજ્ઞેશે બોર્ડની ડમી તરીકે પરીક્ષા આપી હતી તે ચિરાગ ડોડીયાને ઝડપી લેવા બંન્નેના રહેણાંક મકાનો અને સંબંધીઓને ત્યાં તપાસ હાથ ધરી છે. કૌભાંડમાં પકડાયેલ આરોપી જીજ્ઞેશ પાસેથી મળી આવેલા લેપટોપ-મોબાઈલની ફોરેન્સીક તપાસ કરીને ડેટા મેળવવા તજવીજ હાથ ધરી છે.
જૂનાગઢમાં હાલ ચાલી રહેલી બોર્ડની પરીક્ષાની ડુપ્લિકેટ રસીદ બનાવવાના કૌભાંડના પર્દાફાશમાં પકડાયેલા શખ્સને પોલીસે રિમાન્ડની માંગણી સાથે રજૂ કરતા કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જેથી પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. તો બીજી તરફ આ કૌભાંડના મુખ્ય સુત્રધાર એવા રાજકોટની એક શાળાના બે શખ્સોને ઝડપી લેવા પોલીસ ઠેરઠેર તપાસ કરી રહી છે.
Recent Comments