અમરેલીના હિંડોરણા પુલ પાસે નર્મદાની પાઈપમાં ભંગાણ થતાં પાણીનો વ્યય થયો
રાજુલાના હિંડોરણા પુલ નીચે પસાર થતી ઘાતરવડી નદીમાં નર્મદાની જાફરાબાદ તરફ લાઈન જઇ રહી છે. જેમાં સતત ભંગાણ થઈ રહ્યું છે. થોડા દિવસો પહેલા ભંગાણ બાદ ફરી ભંગાણ થતા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સામે સવાલો ઉભા થયા છે. અહીં અનેક નાના મોટી પાઇપ લાઈનમાં ભંગાણ અને વાલ લીકેજ થવાના કારણે હજારો લાખો લીટર પાણી ઉનાળાની ઋતુમાં વેડફાય રહ્યું છે.
અમારે છેવાડાના ગામડામાં પાણી મળતું નથી સમયસર. ગામડાની પ્રજા પાણી માટે ભટકે છે અને અહીં પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. કોઈ જાેવા વાળુ નથી. અધિકારીઓ ધ્યાન આપે અને આ વેડફાતુ પાણી બંધ કરાવે અને લોકો સુધી પાણી પહોંચાડે.રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. છેવાડાના ઘણા ગામડાઓમાં પિવાના પાણીની અછત ઉભી થઇ રહીં છે. ત્યારે અમરેલી જિલ્લાના રાજુલાના હિંડોરણા પુલ નીચે નર્મદાની પાઇપ લાઇનમાં ફરી ભંગાણ સર્જાયું છે.
Recent Comments