ભારતીય જનતા પાર્ટીના ૪૨મો સ્થાપના દિવસ નિમિતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવની યાત્રા’ – બાઇક યાત્રાનું અમદાવાદના નિકોલ ખાતેથી પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં બાઈક રેલીનું આયોજન જરૂરથી કરવામાં આવ્યું હતું પરંતુ 500 જેટલા માંડ બાઈક સવારો જોવા મળ્યા હતા.
આ બાઈક રેલીની અંદર રાજ્યકક્ષાના સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ સમાજ અને ન્યાય અધિકારીતા મંત્રી પ્રદીપભાઈ પરમારની પ્રેરક ઉપસ્થિતિ
રહી હતી.
આ યાત્રા ગુજરાતના દરેક યુવાનો સુધી આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રા નો મેસેજ પહોંચાડવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભારતીય જનતા પાર્ટીના ૪૨મો સ્થાપના દિવસ નિમિતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આયોજિત ‘આઝાદી કા અમૃત મહોત્સવની યાત્રા’ નું અમદાવાદના નિકોલ ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, આ દેશના યુવાનો ઉપર આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંપૂર્ણ વિશ્વાસ છે ત્યારે આ યાત્રા ગુજરાતના દરેક યુવાનો સુધી આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રા નો મેસેજ પહોંચશે.
બીજેપી યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા એ પણ યુવા મોરચા દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદી ના અમૃત વર્ષ નિમિતે મોદીજીના નવભારતનું સંકલ્પ છે આ સંકલ્પને આગળ લઈ જવાનું કામ કરી રહ્યા છે. તેવું તેમને રેલી દરમિયાન કહ્યું હતું
Recent Comments