વડોદરા શહેર કોંગ્રસ પ્રમુખ ઋત્વિજ જાેષીની આગેવાનીમાં મોંઘવારી મુક્ત ભારત અંતર્ગત માંડવી કલ્યાણ રાયજી મંદિર પાસે આવેલા લક્ષ્મીજી મંદિર ખાતેથી પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા અમીબેન રાવત, સિનિયર કાઉન્સિલર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ, જહા દેસાઇ, હરીશ પટેલ, નરેન્દ્ર રાવત સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો જાેડાયા હતા. મોંઘવારી વિરોધના પોસ્ટર્સ અને બેનર્સ સાથે નીકળેલી રેલી માંડવી લક્ષ્મીજી મંદિરથી ખંડેરાવ માર્કેટ વેરાઇમાતા મંદિર ખાતે પહોંચી હતી.
સવારે માર્ગો ઉપર નીકળેલી રેલીએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. રેલીના કારણે ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાઇ ગયો હતો. રેલીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે શહેર પોલીસ તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મોંઘવારીએ માઝા મુકી છે. લોકોને જીવવું મુશ્કેલ થઇ ગયું છે, ત્યારે કોગ્રસ દ્વારા લોકોની વેદનાને વાચા આપવા માટે વિવિધ કાર્યક્રમો દ્વારા સરકારને મોંઘવારી ઉપર કાબુ મેળવવા પવિત્ર ચૈત્રી નવરાત્રિમાં માતાજી સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના સાથે પગપાળા રેલી કાઢવામાં આવી હતી. રેલીના માર્ગમાં આવતા માડવી મેલડી મા, અંબા માતા, વેરાઇમાતા મંદિર સહિત માતાજીના મંદિરોમાં પૂજા કરી મોઘવારી ઉપર કાબુ મેળવવા માતાજી સરકારને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી છે. પવિત્ર ચૈત્રી નવરાત્રિમાં માતાજી મનોકામના પૂર્ણ કરે છે, ત્યારે કોંગ્રસ દ્વારા મોંઘવારીમાં લોકોને રાહત મળે તે માટે માતાજીને પ્રાર્થના કરવામાં આવી છે. નીકળેલી રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો જાેડાયા હતા. અને પેટ્રોલ, ડીઝલ, ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવાની માંગ સાથે ગગનભેદી સૂત્રોચ્ચાર કર્યાં હતા.
કોંગ્રેસ દ્વારા આયોજિત આ કાર્યક્રમે ભારે આકર્ષણ જમાવ્યું હતું. ભાજપ સરકારના રાજમાં કૂદકે ને ભૂસકે વધી રહેલા ભાવ વધારાએ સામાન્ય માણસને જીવવું મુશ્કેલ બનાવી દીધું છે. જેમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ સિલિન્ડરના ભાવ આસમાને પહોંચી જતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને દિવસો પસાર કરવા મુશ્કેલ થઈ ગયા છે, ત્યારે દેશની પ્રજાની પડખે પુનઃ એકવાર કોંગ્રેસે “મોંઘવારી મુક્ત ભારત અભિયાન” શરૂ કર્યું છે.”મોંઘવારી મુક્ત ભારત અભિયાન” અંતર્ગત પ્રદેશ કોંગ્રસની સૂચના અનુસાર શહેર કોંગ્રેસ દ્વારા માંડવી ખાતે આવેલા મહાલક્ષ્મી મંદિરથી ખંડેરાવ માર્કેટ વેરાઇ માતા મંદિર સુધી પગપાળા રેલી કાઢવામાં આવી હતી. કોંગ્રસ દ્વારા માર્ગમાં આવતા તમામ માતાજી મંદિરમાં પૂજા કરવામાં આવી હતી અને સરકારને મોંઘવારી ઉપર નિયંત્રણ લાવવા માટે સદબુદ્ધિ આપે તેવી માતાજીનેપ્રાર્થના કરી હતી. વડોદરા શહેર કોગ્રસ પ્રમુખે જણાવ્યું હતું કે, ચૈત્રી નવરાત્રિમાં માતાજી મનોકામના પૂરી કરતી હોય છે. કોગ્રસ દ્વારા માતાજીને મોંઘવારીથી લોકોને રાહત મળે.
Recent Comments