fbpx
ગુજરાત

વલસાડ હોસ્પિટલમાં ડોકટરોની હડતાળના લીધે પીએમ સહિતના કામો અટવાયા


વલસાડ જિલ્લાની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી સૌથી મોટી હોસ્પિટલ ખાતે વલસાડ જિલ્લા સહિત મહારાષ્ટ્રના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. જીએમઇઆરએસ હોસ્પિટલના તબીબો શિક્ષકો પડતર પ્રશ્નોને લઇને સતત ૪ દિવસથી અચોક્કસ મુદ્દત હડતાળ પર ઉતર્યા છે. જેને લઈને જીએમઇઆરએસ મેડિકલ કોજેલમાં શિક્ષણ ઉપર મોટી અસર દેખાઈ રહી છે. હાલ યુનિવર્સીટી દ્વારા પરીક્ષા લેવામાં આવી રહી હોવાથી જીએમઇઆરએસ મેડિકલ કોલેજમાં કોન્ટ્રાકટ ઉપર સેવા આપતા પ્રોફેસરો પરીક્ષા લઈ રહ્યા છેમ જ્યારે અન્ય વિદ્યાર્થીઓનો અભ્યાસ ક્રમ ખોરંભે પડ્યો છે. વલસાડ જીએમઇઆરએસ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હાલ પ્રેક્ટિકલ સહિતનો અભ્યાસ ક્રમ ખોરવાઈ રહ્યો છે.

જ્યારે સિવિલ હોસ્પિટલના તબીબો પ્રમોશન અને પેન્શન સ્કીમનો લાભ સહિત ૧૦ જેટલી માંગણીઓ સાથે હડતાળ ઉપર ઉતર્યા છે. ૩ દિવસ દરમ્યાન પીએમ સહિતની કામગીરીઓ ખોરંભે પડી છે. હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ ખાનગી હોસ્પિટલ તરફ જઈ રહ્યા છે. અન્ય દર્દીઓની હાલત કફોળી બની રહી છે. મેડિકલ કોલેજના ડીને હડતાળ વધુ લંબાશે તો તકલીફ પડશે તેમ જણાવી રહ્યા છે. તબીબોના ૧૦થી વધુ પડતર પ્રશ્ને તબીબો ત્રીજા દિવસે હડતાલ પર ઉતર્યા છે, ત્યારે સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી અને સેવા કાર્યરત રખાય છે. જેમાં મોટા ભાગના સિનિયર ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે. જેથી દર્દીઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.વલસાડ જિલ્લાની જીએમઇઆરએસ હોસ્પિટલ સહિત રાજ્યના તબીબો સતત ચોથા દિવસે હડતાલ પર છે.

હડતાળના ચોથા દિવસે વલસાડ સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે નગર પાલિકા હોસ્પિટલ ઉપર આધાર લઈ રહી છે. મેડિકલ કોલેજના પ્રોફેસરોની હડતાળને લઈને મેડિકલના વિદ્યાર્થીઓનો અભ્યાસ ઉપર મોટી અસર દેખાઈ રહી છે. યુનિવર્સીટી દ્વારા હાલ પરીક્ષા લેવાઈ રહી છે. જેમાં કોન્ટ્રાકટ ઉપર ફરજ બજાવતા પ્રોફેસરો સેવા આપી રહ્યા છે અને સિવિલ હોસ્પિટલમાં તબીબોની હડતાળને દર્દીઓ ખાનગી હોસ્પિટલ તરફ દોડી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની હાલત દયનિય છે. હડતાળ વધુ લંબાશે તો હાલત વધુ કફોળી બનશે તેમ મેડિકલ કોલેજના ડિને સ્વીકાર્યું હતું. રાજ્ય સરકાર તબીબોની માંગણી ઉપર જલ્દી ર્નિણય કરે તેમ તબીબો ઇચ્છી રહ્યા છે.

Follow Me:

Related Posts