ગુજરાતના 10 હજારથી વધારે સરકારી ડોક્ટરો 4 એપ્રિલથી અચોક્કસ મુદતની હડતાળ પર,4 હજાર ડોક્ટરોએ હળતાળ સમેટી ડ્યુટી પર પરત ફર્યા

રાજ્યભરમાં સરકારી તબીબોની હડતાળનો આજે પાંચમો દિવસ છે. ત્યારે ગુજરાત સરકારે ડોક્ટરોની માંગણીઓ સંતોષવાનું આશ્વાસન આપ્યું છે. જે બાદ GIDA દ્વારા હડતાળને સમેટી લેવામાં આવી છે. જ્યારે અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં તબીબો માંગ પર યથાવત છે. તબીબો હકની માંગ સાથે હડતાળ પર તેઓ મક્કમ છે. નોંધનીય છે કે, GIDA સાથે જોડાયેલા રાજ્યના 4 હજાર સરકારી તબીબો ફરજ પર પરત જોડાયા છે. રાજ્યના GMTA, GIDA, સરકારી ક્લાસ 1, 2, મેડિકલ ડોકટરો સહિત કુલ 10 હજાર જેટલા તબીબો આ હડતાળમાં જોડાયા હતા. હડતાળ પર ઉતરેલા તબીબોના કહ્યા પ્રમાણે, સરકારે તબીબોની માંગણીઓ ઉકેલવા માટે ખાતરી આપી હતી, છતાં આજ દિન સુધી સરકારે તેનો અમલ કર્યો નથી. તબીબોએ એક જ મુદ્દા ને લઈને ત્રણ વખત હડતાળ પાડવામાં આવી હતી. તબીબોની માંગમાં કેન્દ્રના પગાર ધોરણ મુજબ લાભ આપવો, છેલ્લા 12 વર્ષથી બઢતી આપવામાં આવી નથી જેથી બઢતી આપવામાં આવે, સરકારી મેડિકલ કોલેજમાં હાલ 400 પોસ્ટ ખાલી છે તેની સામે 800 મેડિકલ પ્રોફેસર ખાલી જગ્યાઓ સત્વરે ભરવામાં આવે તથા જૂની પેન્શન યોજના લાગુ વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાતના 10 હજારથી વધારે સરકારી ડોક્ટરો આ મામલે 4 એપ્રિલથી અચોક્કસ મુદતની હડતાળ પર ઊતર્યા હતા. રાજ્ય સરકારના આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલ દ્વારા ડોક્ટરની પડતર માંગમાંથી અનેક માંગ સ્વીકારવામાં આવી છે. જ્યારે અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, અમુક માંગણીઓનો હજી સરકાર સાથે ચર્ચા વિચારણા હેઠળ છે. ત્યારે રાજ્ય સરકારે જે નિર્ણય કર્યા છે તે બાબતે ડોક્ટર્સ તમામ માંગ રાજ્ય સરકારે જ સ્વીકારી છે. તે લેખિતમાં જાહેર કરે તેવી પણ માંગ હડતાળ પર ઉતરેલા ડોક્ટરો કરી રહ્યા છે.
Recent Comments