fbpx
ગુજરાત

સુરત યુનિવર્સલ ફાઉન્ડેશન ના માધ્યમથી મહેસાણા ગણપત યુનિવર્સીટી ની એલ.એન્ડ.ટી માં એક દિવસીય સેમિનાર

સુરત યુનિવર્સલ ફાઉન્ડેશન ટીમ સુરત તથા મહેસાણા ગણપત યુનવર્સીટીના આઇ.ટી અને આઈ.સી.ટી ફેક્લ્ટી ના સ્ટુડેન્ટ્સ ની એલ એન્ડ ટી કંપની ખાતે ઇમ્ફોર્મેશન ટેક્નોલોજી બ્લોક, હેવી એન્જીનીયરીંગ વર્કશોપ, અને સેન્ટ્રલ ટ્રેનીંગ વર્કશોપ માં વિઝીટ નુ આયોજન થયુ, જેમાં એલ.એન્ડ ટી ના તમામ ઓફીસરોના સહયોગ અને માર્ગદર્શનથી ગણપત યુનિવર્સીટી ના તમામ સ્ટુડન્ટ્સ ને ઉપરોક્ત તમામ સેકસનોમાં સંપુર્ણ દિવસ દરમિયાન સવાર થી સાંજ સુધી પ્રોપર ગાઇડન્સમાં વિજીટ કરાવવામાં આવી અને પ્રોક્ટીકલી ઇમ્ફો સેક્ટરમા ચાલતી કામગીરીથી પ્રત્યક્ષ મુલાકાત તથા બપોરના લંચ અને સાંજના હાઇ ટી વ્યવસ્થા સાથે આ વિજીટ પુર્ણ કરાવીને  ગણપત યુનિવર્સીટી મહેસાણાના એચ.ઓ.ડી સ્ટાફ  તથા યુનિવર્સલ ફાઉન્ડેશન ના અધ્યક્ષ પ્રકાશકુમાર વેકરીયા  અને તમામ સ્ટુડન્ટ્સને વિદાય આપવામાં આવી.
આ પ્રસંગે ગણપત યુનિવર્સીટી અને યુનિવર્સલ ફાઉન્ડેશન દ્વારા એલ એન્ડ ટી ગૃપ ઓપ કંપની નો હ્રદયથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને આવનારા દિવસોમાં ગણપત યુનિવર્સીટી અને એલ એન્ડ ટી કંપની તથા યુનિવર્સલ ફાઉન્ડેશન ના સંબંધો વધુ મજબુત બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી.

Follow Me:

Related Posts