પાટણ યુનિવર્સિટીમાં એમએસસીના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો
યુનિવર્સિટીના ગણિત ભવન ખાતે રજીસ્ટ્રાર ડી.એમ. પટેલની ઉપસ્થિતિ વચ્ચે ગણિત વિભાગના એમ.એસ.સી. સેમ.૪ના વિદ્યાર્થીઓનો વિદાયમાન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે એમએસસી સેમ.૪ ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમોની પણ સુંદર રજૂઆત કરવામાં આવી હતી. કોઇપણ વ્યકિતની વિદાય હંમેશા વસમી હોય છે. એમાંય ખાસ કરીને દીકરીની વિદાય ખુબજ વિરહભરી હોય છે. તમે વિદાય લઈ રહ્યા છો તેનો મતલબ એ નથી કે તમે અમારા હૃદયથી દુર થઈ રહ્યા છો. તમે હંમેશા અમારી સાથે જ છો તેવો આશાવાદ વ્યક્ત કરી વિદાય લઇ રહેલા વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી.
તો આ પ્રસંગે ઉપસ્થિત રજીસ્ટાર ડી.એમ.પટેલના હસ્તે અભ્યાસમાં ઉત્કૃષ્ટ પરીણામ મેળવનાર તેમજ વર્ષ દરમિયાન યોજાયેલી વિવિધ પ્રવૃત્તિઓમાં આગવી પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગણિત વિભાગના એચઓડી, પ્રોફેસરો કર્મચારીઓ, તેમજ એમએસસી અભ્યાસક્રમના જુનિયર અને સિનીયર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ગણિત વિભાગ ખાતે એમએસસી સેમ. ૪માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું અંતિમ વર્ષ પૂર્ણ થતા ગણિત ભવન ખાતે વિદ્યાર્થીઓનો વિદાયમાન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.
Recent Comments