fbpx
અમરેલી

અમદાવાદમાં સગીરા પ્રેમી સાથે ભાગી જતા પરિવારે યુવક સામે અપહરણની ફરિયાદ નોંધાવી

હાલ જાણે રોજ કોઈને કોઈ સગીર વયના કિશોર – કિશોરીઓને ભગાડી લગ્નની લાલચ આપી ભગાડી જાય છે અને પછી તરછોડી દે છે કોઈ અનહોની ઘટના તેમની સાથે થાય છે અથવા આત્મહત્યા વિગેરે જેવી ઘટના રોજ પ્રકાશિત થાય છે ત્યારે અમદાવાદમાં તરુણીને ફોસલાવી લગ્નની લાલચે ભગાડી જવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માતા સાથે ઘરમાં સાફસફાઈ કરવા ગયેલી છોકરી અચાનક ત્યાંથી ફ્રેન્ડને મળવાના બહાને પ્રેમી સાથે ભાગી ગઈ હતી. જાેકે ઘણા સમય સુધી રાહ જાેવા છતા દીકરી ન આવતા આખરે માતાએ મણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

રેશ્મા બેન (નામ બદલ્યું છે) પોતાના પતિ તથા દીકરો અને દીકરી સાથે મણીનગરમાં રહે છે, અને બંગલા તથા ઘરોમાં સાફ સફાઈનું કામકાજ કરીને ઘરનું ગુજરાન ચલાવવામાં પતિને મદદ કરે છે. રેશ્માબેન ઘરકામ માટે બાજુના ફ્લેટમાં પોતાની ૧૬ વર્ષની દીકરીને લઈને ગયા હતા. તેઓ સાફ સફાઈનું કામ કરી રહ્યા હતા ત્યારે તેમણે દીકરીને બોલાવવા બૂમ પાડી હતી. પરંતુ તે આવતા નહીં તેમણે નીચે જઈને સિક્યોરિટી ગાર્ડને પૂછ્યું હતું. તેમની દીકરી ફ્રેન્ડને મળવા જવાનું કહીને નીકળી છે. આથી રેશ્માબેને થોડા સમય સુધી રાહ જાેઈ અને કામ પતાવીને ઘરે જતા રહ્યા હતા. પરંતુ દીકરી ઘરે ન આવતા તેઓ ગભરાઈ ગયા હતા અને પતિ તથા સંગા સંબંધીઓને દીકરીના ગુમ થવાની જાણ કરી હતી.

દીકરીની શોધખોળ કરતા ચારેક દિવસ પહેલા તેમની દીકરીએ તેના ફોનથી કોઈ સાથે વાત કરી હતી. આ નંબરની તપાસ કરતા રેશ્મા બેનને જાણ થઈ કે ડાકોર ધુનાધરા ગામના એક યુવક સાથે તેમની દીકરીનો પ્રેમ સંબંધ છે, આ યુવક પણ ઘરે નહોતો અને તેનો ફોન પણ બંધ હતો. આથી રેશ્માબેનને દીકરીના પ્રેમીએ લગ્નની લાલચ આપીને તેનું અપહરણ કરાયું હોવાની શંકાના આધારે હાલમાં મણીનગર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. હાલમાં આ મામલે પોલીસે ૧૬ વર્ષની સગીરાને શોધવાની કવાયત હાથ ધરી છે.

Follow Me:

Related Posts