fbpx
અમરેલી

શિશુવિહાર બુધસભાના ઉપક્રમે કવિ સન્માન કાર્યક્રમ યોજાયો

ભાવનગરના જાણીતા કવયિત્રી શ્રી ભાગીરથી બેન મહેતાની પૂણ્ય સ્મૃતિ માં વર્ષ ૧૯૯૫ થી પ્રકાશિત કવયિત્રી રચના સંગ્રહ જાહન્વી પ્રકાશનના ઉપક્રમે વર્ષ ૨૦૧૭ થી એનાયત થતાં કવયિત્રી સન્માન અંતર્ગત  જાણીતા નારીવાદી કવિયત્રી ડૉ સરૂપ ધ્રુવ નું અભિવાદન કરવામાં આવ્યું……
 અમરેલી સ્થિત ડૉ. કાલિન્દીબહેન પરીખ, પદ્મશ્રી ડો. મુનીભાઇ મહેતા, ડૉ. વિનોદ જોષીની અધ્યક્ષતા માં  યોજાયેલ સન્માન સમારોહમાં જાહન્વી સ્મૃતિ કવયિત્રી એવોર્ડ તથા ₹.૧૧૦૦૦ નો પુરસ્કાર, સાહિત્ય સંપુટ થી  સન્માનિત કરાયા હતા……. ૯ એપ્રિલે વિશ્વસાહિત્યસર્જક દિને શિશુવિહાર પ્રાંગણમાં યોજાયેલા સમારોહમાં વર્ષ ૨૦૧૨ થી યોજાતા કિસ્મત કુરેશી સાહિત્યિક ઉપક્રમ અંતર્ગત ૧૦.માં વર્ષે ગઝલકારની સ્મૃતિમાં ગુજરાતી ભાષામાં ૨૩.થી વધુ કાવ્ય સંગ્રહ આપનાર માતૃભાષાને સમૃદ્વ કરનાર ડૉ. રઈશ મનિયારને રુ.૧૧૦૦૦  નો પુરસ્કાર, સ્મૃતિ ચિન્હ, સાહિત્યસંપુટ અર્પણકરી સન્માનિત કરવામાં આવ્યા શાબ્દિક સ્વાગત, પ્રાર્થના પ્રસ્તુતિ સાથે ડૉ. વિનોદ જોષી, ડો. મુનિભાઈ મહેતા દ્વારા પ્રાસંગિક ઉદ્દબોદન થયું ડૉ. કાલીઇન્દી બહેન પરીખ દ્વારા અધ્યક્ષીય વિચાર પ્રસ્તુત કરતા જણાવ્યું કે વર્ષ ૧૯૮૦ થી સાતત્યપૂર્ણ  રીતે ચાલતી શિશુવિહાર બુધ સભા માતૃભાષાની એક મહાન સેવા દીવાદાંડી  બની છે…આભાર દર્શન વડોદરા સ્થિત ઝનકાર સાહિત્ય મંચ ના અધ્યક્ષ  શ્રી ઇલાબહેન મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું…સમારોહ નું સંચાલન શ્રી નેહાબેન પુરોહિત દ્વારા સુપેરે સંપન્ન થયો હતો 

Follow Me:

Related Posts