ચિતલ જીલ્લા પંચાયત સીટનો સરપંચ તથા કોરોના વોરિયર્સ સન્માન સમારોહ પરેશ ધાનાણીના અધ્યક્ષ સ્થાને યોજાયો
અમરેલી તાલુકાના ચિતલ જીલ્લા પંચાયત સીટના નવનિયુકત સરપંચો તેમજ કોરોના વોરિયર્સનો સન્માન સમારોહ જશવંતગઢ ગામે તા. ૦૭/૦૪/ર૦રર ના રોજ યોજાય ગયો આ તકે ગુજરાત વિરોધપક્ષના પૂર્વ નેતા અને અમરેલીના ધારાસભ્યશ્રી પરેશ ધાનાણીની અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો, આ તકે અમરેલી જીલ્લા કોંગ્રેસના પ્રમુખ ડી.કે. રૈયાણી, અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી વગેરે કોંગ્રેસપક્ષના હોદેદારો, આગેવાનો, ચિતલ જીલ્લા પંચાયત સીટના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા, આ તકે કોરોના કાળમાં ભુખ્યાને ભોજન અને ઓકિસજનની સેવા પુરી પાડવા બદલ ધારાસભ્યશ્રી પરેશભાઈ ધાનાણીનું અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી,તથા અમરેલી તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ વિપુલ પોંકિયાએ સન્માન કર્યુ હતું.
Recent Comments