fbpx
અમરેલી

અમરેલી જિલ્લાની હોટલો, લોજ, ગેસ્ટ હાઉસોમાં પથિક સોફટવેરનો અમલ કરવા જોગ

હોટલમાં રોકાણ કરનાર ગ્રાહકની માહિતીની હોટલ ખાતેથી ઈન્ટરનેટ દ્વારા એન્ટ્રી માટેનું સીક્યોર પથિક (Programme for analysis of travelers and hotel informatics) સોફટવેર નામનું વેબ પોર્ટલ બનાવવામાં આવ્યું છે. આ સોફટવેર સાથે રજીસ્ટર થયેલ હોટલ ધારક જ ક્રાઈમ બ્રાન્ચ ખાતેથી આપવામાં આવેલ યુઝરનેમ અને પાસવર્ડ દ્વારા એન્ટ્રી કરી શકે છે. આ સોફટવેર ઈન્સ્ટોલ કરવા માટે જે તે સ્થળ પર જવાની જરૂર નથી. પરંતુ મુખ્ય કાર્યાલય દ્વારા જે તે હોટલ રજીસ્ટ્રેશન લગત માહિતી સર્વરમાં સ્ટોર કર્યા બાદ યુઝરનેમ પાસવર્ડ આપતા જ હોટલ આ સિસ્ટમ સાથે જોડાઈ જાય છે. જેના આધારે હોટલમાં રોકાણ કરનાર ગ્રાહકની મહત્વની તમામ માહિતી પોલીસને તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ થઇ જાય છે. સોફ્ટવેરમાં ડેટા એન્ટ્રી કરવા માટે બહુમાળી ભવન, એ બ્લોક, પ્રથમ માળ રૂમ ૧૦૨, એસ.ઓ.જી, શાખા ખાતેથી હોટલ સંચાલક/માલિકે હોટલની વિગતો રજૂ કરી યુઝર આઈડી પાસવર્ડ મેળવી લેવાના રહેશે.

પથિક સોફટવેરના અમલીકરણનું મુખ્ય કારણ સાંપ્રત સમયમાં બનતા ગુન્હા,આતંકવાદી ઘટનાઓને અટકાવવા તેમજ આકસ્મિક સમયે કાયદો અને વ્યવસ્થા સાચવવાના સંજોગોમાં તમામ હોટલોને એક સાથે એક કરવાની મેન્યુઅલી કામગીરીને પહોંચી વળવાનું છે. રાજ્યના તમામ શહેર અને જિલ્લા ખાતે આ સોફટવેરનો ઉપયોગ કરવામાં આવે તો આંતરરાજ્ય તેમજ આંતર જિલ્લાના ગુન્હેગારો તેમજ આતંકવાદ જેવા ગંભીર બનાવોને અટકાવી શકાય. તેમજ ગુન્હાઓને શોધવા માટે સમગ્ર રાજ્યની પોલીસ સંકલનમાં રહી ખૂબજ ઓછા સમયમાં પરિણામલક્ષી કામગીરી કરી શકે.

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીને ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ મુજબ મળેલી સત્તાની રૂએ હુકમ કરેલ છે કે જિલ્લામાં આવેલ તમામ હોટલો, લોજ, ગેસ્ટ હાઉસ અને અન્ય જગ્યા ઉપર જે માણસો આવીને રોકાણ કરે છે તેમના નામ, સરનામા, મોબાઈલ/ફોન નંબર ઉપરાંત જે મુસાફરો રાત્રિ રોકાણમાં આવે છે તે જે વાહનમાં આવે તે વાહનનો પ્રકાર,વાહન રજીસ્ટ્રેશન નંબર તથા પબ્લીક ટ્રાન્સપોર્ટમાં આવેલ હોય તો તે મુજબની તમામ વિગતો તેમજ તેમની ઓળખાણના પુરાવા મેળવી તેની નોંધ પથિક સોફટવેરમાં ઓનલાઈન ચઢાવવાની રહેશે. આ હુકમનો અમલ ૭/૪/૨૦૨૨ થી ૪/૬/૨૦૨૨ સુધી ચુસ્તપણે કરવાનો રહેશે.આ હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Follow Me:

Related Posts