માધવપુર મેળાનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉદ્ઘાટન કર્યું
પોરબંદરથી ૬૦ કિમી દૂર આવેલા માધવપુર ઘેડનો નૈસર્ગિક દરિયાકિનારો તહેવારોથી ગુંજી ઉઠશે. કારણ કે, રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ રવિવારના રોજ અહીં વાર્ષિક રામ નવમી મેળાનું ઉદ્ઘાટન કર્યું હતું. કોવિડ પ્રેરિત પ્રતિબંધોને કારણે મેળો બે વર્ષ માટે સ્થગિત કરવામાં આવ્યો હતો. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સિક્કિમના મુખ્યપ્રધાન પ્રેમ સિંહ તમાંગ, મેઘાલયના મુખ્યપ્રધાન કોનરાડ સંગમા અને અન્ય મંત્રીઓ ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહ્યા હતા. પૂર્વોત્તર રાજ્યના લોક કલાકારો માધવપુર આવી પહોંચ્યા છે.
લોકવાયકા મુજબ માધવપુર ગામ ભગવાન કૃષ્ણ અને રૂકમણીના લગ્નનું સાક્ષી હતું. ૧૫મી સદીનું માધવરાય મંદિર આ ઘટનાને ચિહ્નિત કરે છે. મંદિર ટ્રસ્ટ અને ગ્રામ પંચાયત દ્વારા ભગવાન કૃષ્ણના લગ્નની યાદમાં દર વર્ષે સાંસ્કૃતિક મેળાનું આયોજન કરવામાં આવતું હતું અને કેન્દ્ર સરકારે આ મેળાને રાષ્ટ્રીય સાંસ્કૃતિક પ્રસંગનો દરજ્જાે આપ્યો છે. પર્યટન વિભાગના જણાવ્યા અનુસાર, ભગવાન કૃષ્ણની મૂર્તિને લઈને એક રંગીન રથ ગામની પરિક્રમા કરે છે અને તહેવારો સામાન્ય રીતે પાંચ દિવસ સુધી ચાલુ રહે છે.
Recent Comments