અમરેલીના દુધાળામા રહેતા ગીતાબેન સંજયભાઇ કુરીયા (ઉ.વ.૩૮) નામના મહિલાએ ધારી પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેણે પંદરેક દિવસ પહેલા દુધાળા ગયા હતા ત્યારે ઘનશ્યામભાઇ પર પોલીસ કેસ કરાવેલ હોય તે વાતનુ મનદુખ રાખી ચાર શખ્સોએ બોલાચાલી કરી હતી. ઘનશ્યામભાઇ કાનપરીયા, કૈલાસબેન, શિલ્પાબેન અને બાબુભાઇએ તેના પર કુહાડી અને લાકડી જેવા હથિયારથી હુમલો કરી ઇજા પહોંચાડી ગાળો આપી હતી. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ વી.વી.ડાભી આગળની તપાસ ચલાવી રહ્યાં છે.ધારી તાલુકાના દુધાળામા રહેતા એક મહિલાએ અગાઉ પોલીસમા કેસ કરાવેલ હોય તે મુદે મનદુખ રાખી ચાર શખ્સોએ કુહાડી અને લાકડી જેવા હથિયારથી મારમારી ઇજા પહોંચાડતા તેણે આ બારામા ધારી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. મહિલાને મારમાર્યાની આ ઘટના ધારી તાલુકાના જળજીવડીમા બની હતી.
અમરેલીની મહિલાને જુની અદાવતમાં ૪ શખ્સો દ્વારા હુમલો કરાયો


















Recent Comments