ભરૂચમાં ખાળકૂવાની સાફ-સફાઈ બાબતે મહિલાઓ વચ્ચે મારામારી થઈ
ભરૂચના લીમડી ચોક મહાકાળી મંદિર પાસે રહેતી ર્નિમળાબેન નટવર રાઠોડે પોતાના ઘરનો ખાળકૂવો સાફ કરાવવા માટે નગર પાલિકાની ગાડી બોલાવી હતી. તે વેળા ખાળકૂવો ખોદવા અને સાફ-સફાઈ બાબતે ચંપાબેન બળવંત મકવાણા અને કલ્પના બળવંત મકવાણાએ તેમની સાથે ઝઘડો કરી અપશબ્દો ઉચ્ચારી આવેશમાં આવી ગયા હતા. જેમાં માતા-પુત્રીએ ર્નિમળાબેન રાઠોડને ઢીકાપાટુનો માર મારી ચંપાબેને પોતાના ઘરમાંથી ચપ્પુ લાવી મહિલાને મારવા જતા મહિલાના પુત્રએ ચપ્પુ પકડી લેતાં માતા-પુત્રી તેણીને ધમકી આપી ત્યાંથી જતી રહી હતી. જેમાં મારામારી અંગે ભરૂચ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ભરૂચના લીમડી ચોક મહાકાળી મંદિર પાસે ખાળકૂવો સાફ-સફાઈ કરવાની બાબતે માતા-પુત્રીએ મહિલાને મારમારી ચપ્પુ મારવાની કોશિશ કરી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.
Recent Comments