વિશ્વમાં ભારતની ઈકોનોમીનું સ્થાન છઠ્ઠા ક્રમે, 5 ટ્રીલિયન ઈકોનોમીના લક્ષ્યને હાંસલ કરતાં ટોપ-3માં સ્થાન પ્રાપ્ત થશે
રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી તરીકે નામના મેળવનાર અને ટેક્નોલોજી ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્ર હરોળમાં સ્થાન પામનાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) ટેક્નિકલ શિક્ષણની સાથે સાથે રાષ્ટ્ર વિકાસ સંબધીત વિવિધ મુદ્દાઓ પર પણ કાર્યરત રહે છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ વર્ષ -2025/26 સુધી દેશની ઈકોનોમી 5 ટ્રીલિયન ડૉલર સુધી લઈ જવાનું લક્ષ્ય નક્કી કરાયુ છે. જેના અનુસંધાને “ધ રોલ ઑફ ડિસ્પ્રુટીવ ટેક્નોલોજી – અ સ્ટેપ ટુર્વડ્ર્સ મેકિંગ ઈન્ડિયા અ 5 ટ્રીલિયન ડૉલર ઈકોનોમી ” વિષય પર રાઉન્ડ ટેબલ મીટનું આયોજન જીટીયુ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ સ્થાને આરબીઆઈ ડાયરેક્ટર સતીશ મરાઠે , ગેસ્ટ ઑફ ઓનર તરીકે ડિપાર્ટમેન્ટ ઑફ ટેક્નિકલ એજ્યુકેશનના મુખ્ય સચીવ એસ. જે. હૈદર , તેમજ 20થી વધુ તજજ્ઞો જોડાયા હતાં. આ પ્રસંગે જીટીયુના કુલપતિએ નવીન શેઠે જણાવ્યું હતું કે , વિશ્વમાં ભારતની ઈકોનોમીનું સ્થાન છઠ્ઠા ક્રમાંકે છે. 5 ટ્રીલિયન ઈકોનોમીના લક્ષ્યને હાંસલ કરતાં ભારતીય ઈકોનોમી ટોપ-3માં સ્થાન પ્રાપ્ત કરશે, જે દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલા ભારતવાસીઓ માટે ફાયદાકારક નિવડશે. કાર્યક્રમના મુખ્ય અતિથિ અને આરબીઆઈના ડાયરેક્ટર સતીશ મરાઠે સંબોધતાં જણાવ્યું હતું કે , વર્તમાન સમયમાં રૂરલ ઈકોનોમી અગ્રેસર રીતે કાર્યરત છે. આ ક્ષેત્રમાં ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાથી મેકીંગ ઈન્ડિયાના સ્વપ્નને સાકાર કરીને ભારતીય ઈકોનેમીમાં મોટા પ્રમાણમાં વૃદ્ધિ લાવી શકાય છે. જ્યારે કાર્યક્રમના ગેસ્ટ ઑફ ઓનર અને ડિપાર્ટમેન્ટ ઑફ ટેક્નિકલ એજ્યુકેશનના મુખ્ય સચીવ શ્રી એસ. જે. હૈદરે જણાવ્યું હતું કે, ગુજરાત સમગ્ર દેશમાં એક રોલ મોડલ તરીકે ઉભરી આવેલ રાજ્ય છે. આજના યુવા ટેક્નોક્રેટેસ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને 5 ટ્રીલિયન ઈકોનોમીના લક્ષ્યને હાંસલ કરવા માટે સહભાગી થશે. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રમાંથી હાજર તજજ્ઞો દ્વારા છેલ્લા 3 દશકોમાં ગ્લોબલાઈઝેશન અને નવીનત્તમ ટેક્નોલોજીની મદદથી વિકસીત બિઝનેસ મોડલમાં ટેક્નોક્રેટ્સ કેવી રીતે સહયોગી થઈ શકે, સ્ટાર્ટઅપ અને ઈનોવેશન , ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને વિદેશી આયાત પર કેવી રીતે અંકુશ મેળવવો અને નિકાસમાં વધારો કરવો , ગ્રામીણ ઈકોનોમીને સહયોગી થઈ શકે તેવા સ્ટાર્ટઅપનો વિકાસ થાય તે માટે સહયોગી થવા , હેન્ડીક્રાફ્ટ અને ટોય મેન્યુફેક્ચરીંગના પ્રોડક્શનમાં વધારો , તેમજ ટ્રેનિંગ ઑફ ટીચર થકી ટેક્નોલોજીના વિદ્યાર્થીઓને પણ નવીનત્તમ ટેક્નોલોજીથી સતત અવગત રાખવા જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
Recent Comments