અમરેલી

હનુમાન જ્યંતી નિમિતે ભુરખિયા હનુમાન મંદિરે આવતા દર્શનાર્થીઓની સલામતીને ધ્યાને લઇ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

૧૫ થી ૧૬ એપ્રિલ સુધી  અમરેલી-લાઠી-ચાવંડ માર્ગે ચાલતા વાહનોએ વૈકલ્પિક રૂટ પરથી પસાર થવાનું રહેશે

આગામી ૧૬ એપ્રિલના રોજ હનુમાન જ્યંતીનો પાવન તહેવાર હોવાથી લાઠીના ભુરખીયા ગામે સુપ્રસિધ્ધ યાત્રાધામ ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે અમરેલી તથા આજુ-બાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો વધુ પ્રમાણપમાં પગપાળા ચાલીને આવતા હોય છે. અમરેલીથી લાઠી માર્ગે ચાલતા ભારે વાહનો લોકોની સલામતીને ધ્યાને લઈ આગામી ૧૫  એપ્રિલના રોજ બપોરના ૦૨:૦૦ કલાકથી ૧૬ એપ્રિલના સવારના ૦૬:૦૦ કલાક સુધી ટ્રાફીક અન્ય વૈકલ્પિક રસ્તા પર ડાયવર્ટ કરવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આર. વી. વાળા દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

જાહેરનામામાં જણાવ્યા મુજબ અમરેલી – લાઠી – ચાવંડ તથા ચાવંડ – લાઠી – અમરેલી માર્ગે ચાલતા ભારે વાહનોએ તથા આ રૂટ ઉપરથી આરપાર પસાર થતા અન્ય હળવા વાહનોએ વૈકલ્પિક રૂટ અથવા અન્ય વૈકલ્પિક રૂટ પરથી પસાર થવાનું રહેશે. વૈકલ્પિક રૂટ નં. ૧ મુજબ અમરેલી – લાઠી – ચાવંડ માર્ગે ચાલતા ભારે વાહનોના ટ્રાફીકને અમરેલી થી ચિતલ બાબરા થઈને ચાવંડના માર્ગેથી પસાર થવાનું રહેશે. વૈકલ્પિક રૂટ નં. ૨ મુજબ ચાવંડ – લાઠી – અમરેલી માર્ગે ચાલતા ભારે વાહનોના ટ્રાફીકને ચાવંડ થી બાબરા – ચિતલ થઈને અમરેલીના માર્ગેથી પસાર થવાનું રહેશે. આ જાહેરનામું તા.૧૫/૦૪/૨૦૨૨નાં રોજ બપોરના ૧૪:૦૦ કલાકથી તા.૧૬/૦૪/૨૦૨૨ના રોજ સવારનાં ૦૬:૦૦ કલાક સુધી (ના સમય દરમ્યાન) અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર સને-૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧માં દર્શાવેલ શિક્ષાને પાત્ર ઠરશે.

Related Posts