દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાંથી વધુ એક શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં દ્વારકા તાલુકાના એક ગામમાં એક નરાધમે સગીરા સાથે સતત ત્રણ માસ સુધી અનેક વખત દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી દીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. તેણીની સગર્ભા થઇ જતા આરોપીનું કૃત્ય સામે આવ્યું છે. તેણીને ડરાવી-ધમકાવી આરોપીએ અનેકવાર દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે. પોલીસે ફરિયાદના આધારે આરોપીને પકડવા કાર્યવાહી શરૂ કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના એક ગામમાં એક સામાન્ય પરિવારની સગીરવયની દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સીદીયાભા રાણાભા સુમણીયા નામના શખ્સે આજથી ત્રણ માસ પૂર્વે ગામના જ એક પરિવારની સગીર વયની દીકરીની એકલતાનો લાભ લઇ તેણીને ડરાવી-ધમકાવી તેણીની મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારથી આ શખ્સે તેણીને અવારનવાર ધાકધમકીઓ આપી, છેલ્લા ત્રણ માસના ગાળામાં અનેક વખત દુષ્કર્મ ગુજાર્યા હતા. નરાધમના અવારનવારના દુષ્કર્મને લઈને સગીરા ગર્ભવતી બની ગઈ હતી. જેને લઈને તેણી સતત ગુમસુમ રહેવા લાગી હતી. પોતાના પરના શારીરિક અત્યાચાર તો છુપાવી શકાય પણ ગર્ભકાળ કેમ સંતાડી શકાય? બસ આ જ કારણે એક દિવસ તેણીએ તેના પરિવારને જાણ કરી હતી. જેને લઈને પરિવારજનોએ દ્વારકા પોલીસનો સંપર્ક કરી આરોપી સામે આઈપીસી કલમ (સને ૨૦૧૮ના નવા સુધારાની કલમ) ૩૭૬, ૩૭૬(એન), ૩૭૬(૩), ૩૭૬ ડીએ, ૫૦૬(૨) તથા પોકસો એક્ટ સને ૨૦૧૨ની કલમ ૪, ૬, ૧૦ મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ ગંભીર ગુનાને લઈને પોલીસ તુરંત સક્રિય થઇ ગઈ હતી અને તાત્કાલિક આરોપીને પકડી પાડવા કાર્યવાહી શરૂ કરી હતી.
દ્વારકામાં નરાધમે સતત ત્રણ માસ સુધી વારંવાર દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવતાં ચકચાર

Recent Comments