દામનગર ડો બાબા સાહેબ આંબેડકર ની ૧૩૧ મી જન્મ જ્યંતી ની વિશાળ રેલી આંબેડકર ચોક થી પ્રસ્થાન થઈ મુખ્ય માર્ગો પર ફરી
દામનગર સંવિધાન નું આચરણ જ સૌથી મોટી રાષ્ટ્ર સેવા છે ના સદેશ સાથે દેશ ના બંધારણ ના ઘડવૈયા ડો બાબા સાહેબ આંબેડકર ની ૧૩૧ મી જન્મ જ્યંતી એ શહેર ના આંબેડકર ચોક ખાતે ચુત્રોચ્ચાર સાથે ડો બાબા સાહેબ ની પ્રતિમા ને પુષ્પહાર અર્પણ કરી પ્રસ્થાન થઈ વેજનાથ મંદિર પટેલ વાડી નગરપાલિકા થી સરદાર ચોક સુધી ધ્યાનાકર્ષક રીતે પોસ્ટર બેનર અને ધ્વજ સાથે ફરી ખૂબ મોટી સંખ્યા માં યુવાનો મહિલા જોડાયા હતા પોસ્ટર બેનર સાથે આ વિશાળ રેલી માં ડો બાબા સાહેબ અમર રહો જયજય ભીમ ના ગગન ભેદી નાદ સાથે સુંદર સદેશ આપતી રેલી નું અદભુત આયોજન ક્યારેય ન નીકળી હોય તેવી વિશાળ સંખ્યા માં રેલી યોજાય હતી સંવિધાન નું આચરણ કરો સદેશ સાથે ને પુરા અદબ સાથે ઠેર ઠેર સ્વંયમ શિસ્ત અને શ્રદ્ધા સુમન અર્પણ કરતા અગ્રણી ઓ અદમ્ય ઉત્સાહ સાથે ડો બાબા સાહેબ ની ૧૩૧ મી જન્મ જ્યંતી એ સંવિધાન નું આચરણ જ સૌથી મોટી રાષ્ટ્ર ભક્તિ છે નો સદેશ આપ્યો હતો અસંખ્ય ગ્રામ્ય વિસ્તરો ના યુવાનો કર્મચારી શ્રી ઓની હાજરી ડો બાબા સાહેબ આંબેડકર ની ૧૩૧ મી જન્મ જ્યંતી ની રેલી માં જોવા મળી હતી
Recent Comments