અમરેલી

તાત્કાલિક હનુમાનજી આશ્રમ સાવરકુડલા ખાતે હનુમાનજી મહારાજનો જન્મ મહોત્સવ ત્રિવિધ સંગમથી ઉજવાશે

શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ સાવરકુડલા ખાતે હનુમાનજી મહારાજનો જન્મ મહોત્સવ ત્રિવિધ સંગમથી ઉજવાશે*  શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે 16/4/2022 ના શનિવાર ચૈત્રી પુર્ણિમા નિમિતે ભારતીય અસ્મિતાનો સહુથી પરમ પાવન મંગલકારી દિવસ એટલે શ્રી રામભક્ત મહાબલી હનુમાનજી મહારાજનો જન્મ મહોત્સવ સેવા, શ્રધ્ધા અને સાધનાના ત્રિવિધ સંગમથી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હનુમાનજી મહારાજની રાત્રે મહાઆરતી, મહાપ્રસાદ સાથે પ્રતિ વર્ષની જેમ કાળઝાળ ઉનાળાના દિવસોને ધ્યાને લઈને શહેરી વિસ્તારમાં પક્ષીઓને ઠેર ઠેર પાણીની સવલત ઊભી કરવાના આશયથી જીવદયા પ્રેમીઓને માટીના વિનામૂલ્યે  કુંડા નું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આ દિવસે રાત્રીના હાસ્ય જયંતિ કાર્યક્રમનું આયોજન પણ કરેલ છે. આ હાસ્ય જયંતિમાં લોકસાહિત્યકાર મંથન પંડ્યા, ભગવાનજી ચાવડા,  તેમજ  કલાકારો પોતાની કલાના તેજ પાથરશે એમ તાત્કાલિક હનુમાનજી આશ્રમના સતિષભાઈ પાંડેની યાદીમાં જણાવેલ છે.Attachments area

Related Posts