ભાવનગર વર્ષ ૨૦૧૪ થી ૨૦૨૦ દરમ્યાન ભાવનગર શહેરની ૩૧૪ આંગણવાડીનાં અતિ કુ-પોષિત બાળકોને પ્રતિ વર્ષ ૮૦૨૬૫ થી વધું પોષક આહારનો ખોરાક પૂરો પાડી ૨૬૦૪ બાળકોને સુ-પોષિત કરનાર શિશુવિહાર સંસ્થાનું આંગણવાડી સંમેલનમાં અભિવાદન થયું. તા.૧૫ એપ્રિલે અટલ બિહારી ઓડિટોરિયમમાં પ્રદેશ પ્રમુખ શ્રી સી. આર. પાટીલ, શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તથા બાળ વિકાસની અહરનીશ કાળજી લેતા મહિલા અને બાળ વિકાસ વિભાગનાં પુર્વ મંત્રી શ્રી વિભાવરીબહેન , માનનીય મેયરશ્રી તથા કમિશ્નરશ્રી ની પ્રેરક ઉપસ્થિતિમાં વર્ષ ૨૦૨૨ માં પણ સૌરાષ્ટ ચેમ્બર ઓફ કોમર્સ તથા જીલ્લાનાં ઉદ્યોગો સંયુક્ત રીતે શહેરનાં ૨૬૨૯ કુ-પોષિત બાળકોની કાળજી લેનાર છે જે નોંધનીય બને છે. ભાવનગરની સેવાની ઓળખ સમાન શિશુવિહાર સંસ્થાના પ્રતિનિધિ તરીકે શ્રી હિનાબહેન ભટ્ટએ આ પ્રસંગે ઉપસ્થિત રહી અભિવાદન સ્વીકાર્યું હતું.
ભાવનગર શિશુવિહાર દ્વારા શહેર ની ૩૧૪ આંગણવાડી માંથી ૨૬૨૯ બાળકો ને સુપોષણ બદલ હીનાબેન ભટ્ટ નું અભિવાદન કરતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પાટીલ



















Recent Comments