fbpx
અમરેલી

શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે હનુમાનજી મહારાજનો જન્મ મહોત્સવ ત્રિવિધ સંગમથી ઉજવાયો

શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે શનિવાર ચૈત્રી પુર્ણિમા નિમિતે ભારતીય અસ્મિતાનો સહુથી પરમ પાવન મંગલકારી દિવસ એટલે શ્રી રામભક્ત મહાબલી હનુમાનજી મહારાજનો જન્મ મહોત્સવ સેવા, શ્રધ્ધા અને સાધનાના ત્રિવિધ સંગમથી ઉજવાયો.

જેમાં હનુમાનજી મહારાજની મહાઆરતી, મહાપ્રસાદ સાથે પ્રતિ વર્ષની જેમ કાળઝાળ ઉનાળાના દિવસોને ધ્યાને લઈને શહેરી વિસ્તારમાં પક્ષીઓને ઠેર ઠેર પાણીની સવલત ઊભી કરવાના આશયથી જીવદયા પ્રેમીઓને માટીના કુંડા તથા ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું. સાંજના સમયે મહાઆરતી તથા ખુબ જ બહોળી સંખ્યામાં ભક્તોએ નાતજાતના ભેદભાવને વિસારે પાડી એક જ પંગતમાં મહાપ્રસાદ લેવાનો લ્હાવો લીધો હતો.

તેમજ રાત્રીના હાસ્ય જયંતિ કાર્યક્રમનું આયોજન હોય આ હાસ્ય જયંતિમાં લોકસાહિત્યકાર મંથન પંડ્યા, ભગવાનજી ચાવડા તેમજ નામી અનામી કલાકારોએ પોતાની કલાના તેજ પાથર્યા હતાં એમ તાત્કાલિક હનુમાનજી આશ્રમના સતિષભાઈ પાંડેની યાદીમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts