સુરત મા રખડતા ઢોર ના કારણે અનેક અકસ્માત સામે આવે છે જેમાં અમુક ગંભીર અકસ્માત પણ બને છે ..તેવામાં સુરત મહાનગર પાલિકા દ્વારા ઢોર પકડવા માટે અનેક પ્રયાસો.કર્યા છે.. જેમાં સુરત ના વિવિધ વિસ્તાર માંથી ઢોર પકડી રખડતા ઢોર ને સ્થાને લેવાય છે..તેવા માં મનપા ની આ ટીમ પર અનેક વખત હુમલા પણ થયા ની.ઘટના બની છે તેવીજ એક ઘટના 1 માર્ચ 2017 ના રોજ બની હતી..સુરત ના ઉધના ખાતે આવેલ અંબા નગર મા ઢોર પકડવા માટે પાલિકા ની ટિમ ગઈ હતી તેવામાં પાલિકા ની ટીમે પકડેલા ઢોર છોડાવવા બાબતે મોનું યાદવ,અખિલેશ યાદવ ,રવિકાન્ત યાદવ ,શશીકાંત યાદવ દ્વારા પાલિકા ની ટિમ પર પથ્થર મારો કરી પોતાના ઢોર છોડાવી લીધા હતા.સુરત મહાનગર પાલિકા ના કર્મચારીઓ પણ હુમલાની.ઘટના બનતા આરોપીઓ સામે ગુનો.નોંધાયો.હતો..જે મામલો.કોર્ટ માં ગયો હતો જેમા સુરત કોર્ટે આરોપીઓ ને બે વર્ષ ની જેલ તેમજ 5-5 હજાર દંડ ની સજા ફટકારી હતી..સાથે જો.દંડ ના ભરે તો વધુ ત્રણ માસ ની કેદ ની.સજા સંભળાવી હતી
સુરત મા રખડતા ઢોર ને પકડવા ગતેલી પાલિકા ની ટિમ પર હુમલો.કરનાર ને કોર્ટે બે વર્ષ ની સજા ફટકારી

Recent Comments