વલસાડમાં અતુલ કંપનીમાં ભીષણ આગ લાગી : ફાયરની 7 ટીમો બોલાવવામાં આવી
વલસાડમાં અતુલ કંપનીમાં ભીષણ આગ લાગી. આગ લાગતાં ઘટના સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો. કંપનીમાં આગની ઘટના બનતા ફાયર વિભાગની ટીમ બોલાવવામાં આવી.
વલસાડના અતુલ ખાતે આવેલી અતુલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. અતુલ કંપનીના ઈસ્ટ સાઈડના આર.એમ. પ્લાન્ટમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. કંપનીમાં ભીષણ આગ લાગવાને કારણે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે વલસાડ, પારડી, અતુલ, વાપી અને સરીગામ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી કંપનીમાં લાગેલી આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જો કે, કંપનીમાંથી તમામ કામદારોને બહાર કાઢવામાં આવ્યા છે.
આજરોજ વલસાડની અતુલ કંપનીમાં ભયાનક આગ લાગવાની ઘટના બની છે. કંપનીમાં ભીષણ આગ લાગતા નજીકમાં રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આગની ઘટના બનતાની જાણ ફાયરની ટીમને કરવામાં આવતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. કંપનીમાં આગ લાગતા દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળી રહ્યા છે. જો કે, કંપનીમાંથી તમામ કામદારોને બહાર કાઢવામાં આવ્યા છે.
Recent Comments