કોલેજ ઓફ ડેરી સાયન્સ, કામધેનુ યુનિવર્સિટી, અમરેલી નું સંશોધન સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે આઇ.સી.એ.આર. -ક્રિતજ્ઞ –હેકેથોન એવોર્ડ મળ્યો જે ઇન્ડીયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચરલ રીસર્ચ (આઇ.સી.એ.આર.) દ્વારા કોલેજ ઓફ ડેરી સાયન્સ, કામધેનુ યુનિવર્સિટી, અમરેલી ના પ્રિન્સીપાલ અને ડીન ડો. વિમલ રામાણી દ્વારા તેઓની “ નેનોટેકનોલોજી આધારીત મીલ્ક એડલ્ટ્રેશન ડીટેક્શન ડીપ સ્ટીક” સંશોધન વિષય પર એક દરખાસ્ત બનાવી અને આ “ક્રિતજ્ઞ હેકેથોન” માં ભાગ લેવામાં આવેલ હતો. આ સ્પર્ધામાં સમગ્ર દેશ માથી કુલ ૧૯૭૪ સ્પર્ધકોએ ભાગ લેવામાં આવેલ હતો, જેમાં પ્રથમ ટેકનીકલ કન્સેપ્ટ એન્ટ્રી માં ડો. વીમલ રામાણી પસંદગી પામી અને કુલ ૫૮ પસંદ થયેલ ની ટીમ માં ઝોનલ લેવલે સ્થાન મેળવવામાં આવેલ હતું. ત્યારબાદ વિવિધ ૧૩ પેરામીટર ના આધારે કુલ ૩૨ ટીમ નેશનલ લેવલે પસંદગી પામેલ હતી. આ ૩૨ ટીમ દ્વારા નેશનલ લેવલે સમગ્ર દેશના વિવિધ તજજ્ઞો સામે પોતાની પ્રપોઝલ નું પ્રેઝન્ટેશન આપવામાં આવેલ હતું. જેમાં નેશનલ લેવલે કુલ ૩૨ હરીફ ટીમ માથી ડો. વિમલ રામાણી, પ્રિન્સીપાલ અને ડીન, કોલેજ ઓફ ડેરી સાયન્સ, અમરેલી અને તેમની ટીમ સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે વિજેતા બની અને પ્રોત્સાહિત રકમ રૂ. ૫.૦૦ લાખ સાથે કોલેજ, યુનિવર્સિટી, રાજ્ય તથા સમગ્ર દેશ નું ગૌરવ વધાર્યુ આ વિશીષ્ટ ઉપલબ્ધી માટે ડો. વિમલ રામાણી ને ઇન્ડીયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચરલ રીસર્ચ – નેશનલ એગ્રીકલ્ચરલ હાયર એજ્યુકેશન પ્રોજેક્ટ, ન્યુ દિલ્લી ખાતે તા.૧૩-૦૪-૨૦૨૨ ના રોજ પ્રથમ ક્રમાંકે વિજેતા થવા બદલ કેન્દ્રીય મંત્રીશ્રી કૃષિ અને ખેડુત કલ્યાણ, ભારત સરકારશ્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમરજી તથા કેન્દ્રીય મંત્રીશ્રી ડેરી, પશુપાલન તથા ફિસરીઝ, ભારત સરકારશ્રી, શ્રી પરશોતમ રૂપાલા તથા ડાયરેક્ટર જનરલ(આઇ.સી.એ.આર.) ના વરદ હસ્તે એવોર્ડ એનાયત કરી સન્માનીત કરવામાં આવેલ આઅમરેલી જેવા નાના વિસ્તાર ખાતેથી સમગ્ર દેશ માં પ્રથમ ક્રમાંકે વિજેતા બની વિશિષ્ટ સિધ્ધી હાંસીલ કરી
કોલેજ ઓફ ડેરી સાયન્સ, કામધેનુ યુનિવર્સિટી, અમરેલી નું સંશોધન સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે


















Recent Comments